- પ્રાકૃતિક ખેતી પ્રેમી નાગદાનભાઈ ચાવડાએ “અબતક” મેનેજિંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે કરી અનેક વિષયો પર મુક્ત મને ચર્ચા
રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ,રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને સૌરાષ્ટ્રના આહિર સમાજના કદાવર નેતા નાગદાનભાઈ ચાવડાએ “અબતક”મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ “અબતક”ના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે પ્રાકૃતિક ખેતી સહિત અનેક વિષયો અંગે મુક્ત મને ચર્ચા કરી હતી.
નાગદાનભાઈ ચાવડા ભાજપના પાયાના કાર્યકરો પૈકીના એક છે.તેઓને પક્ષ દ્વારા જ્યારે-જ્યારે અને જે -જે જવાબદારી સોંપવામાં આવી છે.તે જવાબદારીઓનું તેઓએ ખંતપૂર્વક વહન કર્યું છે.રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પણ તેઓની કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર રહી હતી.રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે તેઓએ પક્ષને મજબૂત બનાવવા માટે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી હતી. તેઓને નેતૃત્વમાં ભાજપને અનેક સફળતાઓ પ્રાપ્ત થઈ હતી. જ્યારે-જ્યારે પક્ષને જરૂરિયાત ઊભી થઇ છે. ત્યારે- ત્યારે તેઓએ પોતાની નેતૃત્વ શક્તિનો પરિચય કરાવ્યો છે.રાજકોટ જિલ્લા પ્રમુખ બાદ પક્ષે તેઓને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો હતો તેને પણ તેઓએ શિરોમાન્ય માની પક્ષના એક શિસ્તબદ્ધ કાર્યકરનું માફક પક્ષને મજબૂત બનાવવા માટે કામે લાગી ગયા હતા. તેઓને સૌરાષ્ટ્રના આહીર સમાજના કદાવર નેતા પૈકીના એક નેતા માનવામાં આવે છે. હાલ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર દ્વારા કરવામાં આવતી ખેતીના કારણે માનવ શરીર અનેક રોગનું ઘર બની ગયું છે. ત્યારે નાગદાનભાઈ ચાવડાના પરિવાર પ્રાકૃતિક ખેતીને અપનાવી છે તેઓ અન્ય ખેડૂતો માટે પણ એક મોટો પ્રેરણાસ્ત્રોત બની ગયા છે. તેઓ પોતાના ખેતરમાં ખારેકનું ઉત્પાદન કરી રહ્યા છે. ઓર્ગેનિક ખેત પેદાશો થકી તેઓ અન્ય ખેડૂતો માટે પણ માર્ગદર્શક બની આગળ વધી રહ્યા છે. તેઓનું માનવું છે કે હાલની બદલાતી જીવન શૈલીના યુગમાં ઓર્ગેનિક ખેતી જેવો અન્ય કોઇ જ વિકલ્પ નથી.જો હજી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવશે.તો તે ભવિષ્યમાં હજી મોટો વિનાશ નોતરશે.
” અબતક”ની શુભેચ્છા મુલાકાત દરમિયાન તેઓએ રાજનીતિ, સામાજિક અને સેવાકીય સહિત વિવિધ પ્રવૃત્તિઓ અંગે મુક્તમને ચર્ચા કરી હત. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ગત ચૂંટણીમાં ભાજપના રાજકોટ બેઠકમાં ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાની જીતાડવામાં નાગદાનભાઈ ચાવડાનો ખરેખર સિંહ ફાળો રહ્યો હતો. તેઓ સતત રૂપાલા જેની સાથે રહ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડવા માટે ચાણક્યની ભૂમિકા નિભાવી હતી.