હેકરોએ મરાઠી ભાષામાં પૈસાની માંગણી કરી: ડી.કે.એ તાત્કાલીક પાસવર્ડ બદલી નાખ્યો
અબતક,રાજકોટ
રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાનું ફેસબુક એકાઉન્ટ ગઈકાલે રાત્રે હેકરોએ હેક કરી દીધું હતુ. અને મરાઠી ભાષામાં ફેસબુક ફ્રેન્ડ પાસેથી રૂપીયાની માંગણીક રી હતી આ અંગે જાણ થતા ડી.કે.એ. તાત્કાલીક અસરથી ફેસબૂક એકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત અનુસાર રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ ડી.કે. સખીયાનું ફેસબૂક એકાઉન્ટ હેકરોએ હેક કરી દીધું હતુ અને મરાઠી ભાષામાં મીત્રો પાસે 10 હજાર રૂપીયાની માંગણી કરી હતી અને બે દિવસમાં પૈસા પરત આપવાની વાત મરાઠી ભાષામાં કરતા હતા આ અંગેની જાણ ડીકે સખીયાને તેમના અંગત મીત્રોએ કરતા તેઓએ તાત્કાલીક અસરથી ફેસબૂક એકાઉન્ટનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. અને તમામ મીત્રોને એના નામે કોઈ આર્થીક વ્યવહારર ન કરવા પણ અપીલ કરી હતી.