શિક્ષણની ગુણવતામાં લાવેલા સુધાર અંતર્ગત વઘાસીયાની એવોર્ડ માટે પસંદગી
રાજકોટ સ્વામીનારાયણ ગૂરૂકુળના પૂર્વ આચાર્યનું ‘નવભારત રત્ન એવોર્ડ ફોર એજયુકેશન એકસેલન્સ’ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાં ૪૦થી પણ વધુ સંસ્થાઓ ધરાવતા સ્વામીનારાયણ ગૂરૂકુળ રાજકોટના પૂર્વ પ્રિન્સીપાલ વી.ડી. વઘાસીયાનું તાજેતરમાં દિલ્હી મુકામે નવભારત રત્ન એવોર્ડ ફોર એજયુકેશન એકસેલન્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.
ક્ધસ્ટીટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયામાં યોજવામાં આવેલા આ સન્માન સમારંભમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદ કરવામાં આવેલ વિવિધ ક્ષેત્રો જેવા કે, એજ્યુકેશન એક્સસેલન્સ, બીઝનેશ ડેવલપમેન્ટ, ટુરિઝમ ડેવલપમેન્ટ, હેલ્થ કેર સર્વિસ, કમ્પ્યૂટર એન્ડ આઈ ટી, વગેરેમાંથી પસંદ કરવામાં આવેલ વ્યક્તિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. એજ્યુકેશન એક્સસેલન્સ માટે ગુજરાત રાજ્યમાંથી એક માત્ર વઘાસિયાની પસંદગી કરવામાં આવી હતી. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી
હરીશ રાવત, એમ્બેસેડર ડો વી. બી. સોની, રવાન્ડા( પૂર્વ આફ્રિકા)ના એમ્બેસેડર તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સન્માન કરવામાં આવ્યું હતું. સર્ટિફિકેટ, મમેન્ટો અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે કરેલા ઉલ્લેખનીય કાર્ય અને શિક્ષણની ગુણવત્તામાં લાવેલ સુધાર અંતર્ગત વઘાસિયાની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. વઘાસિયા આ અગાઉ પણ શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક,સુભદ્રા બેન શ્રોફ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, ભારત શિક્ષા રતન, વિવેકાનંદ યુથ ક્લબ એવોર્ડથી સન્માનિત થઇ ચૂક્યા છે.
આ તકે સ્વામિનારાયણ ગુરુકુળના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી દ્વારા શુભાશિષ સહ સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય, રાજ્ય આચાર્ય સંઘ મહામંડળના અન્વેષક ભૂપેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ શહેર આચાર્ય સંઘના પ્રમુખ સંજયભાઈ પંડયા અને રાજકોટ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ બી. વી. બોરીચાએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.