છ મહિનાની અટકાયત બાદ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુકિત સામે જન સુરક્ષા ધારા અંતર્ગત ગુનો નોંધાયો
જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ની નાબુદી બાદ કાશ્મીરના વિશેષ દરજજાની સમાપ્તી અને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરાયેલા બે પ્રદેશો ની કાયદાકિય કવાયતના પગલે રાજયમાં કોઇપણ વિકટ પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારે હાથ ધરેલી કવાયતના પગલે અટકાયતમાં લેવાયેલા ઉમર અબ્દુલ્લાહ અને મહેબુબા મુફતીની અટકાયતના છ મહિના બાદ તેમની સામે જન સુરક્ષા ધારા અન્વયે ગુનો નોંધવામાં આવ્યો છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્બુલ્લા અને મહેબુબા મુફતી સાથે નેશનલ ડ્રોન ફરનસના મહાસચિવ અલીમહમદ સાગર ઓપીડીપીના કાર્યવાહક તરતાજ મદની સહિતના નેતાઓ સામે કાનુની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી જયારે વિપક્ષ તરફથી નેતાઓને છોડી મુકવાની માંગણી પ્રબળ થઇ. શ્રીનગર ડેપ્યુટી કમિશ્નર અને જીલ્લા ન્યાયધીશ શાહીદ ઇકબાલ ચૌધરીએ પોલીસની એ દરખાસ્ત મંજુર કરી હતી જેમાં ઉમર અને મહેબુબાને કાનુની કાર્યવાહી અંતર્ગત વધુ ત્રણ મહિના માટે જનસુરક્ષા ધારા અન્વયે જેલમાં રાખવા આ કાયદા અંતર્ગત ઉમરના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને પણે તેના ગુપકર રોડના ખાનગી નિવાસ સ્થાન પર નજર કેદ રાખવામાં આવ્યા હતા.
રાજયની સુલેહ શાંતિના ભંગની દહેશતને લઇને ઉમર અને મહેબુબા સામે જન સુરક્ષા ધારો લાગુ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ અને મુખ્ય સચિવ સુભ્રમણ્યમ વચ્ચે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. હવે તમામ ત્રણેય પૂર્વ મુખ્યમંત્રીઓ સામે નાગરીક જન સુરક્ષા દળો લગાવવામાં આવ્યો છે.
ઉમર અને મેહબુબાને કેન્દ્ર સરકારે કલમ ૩૭૦ અને ૩૫-એ ને દુર કરવાની પ ઓગષ્ટની કાર્યવાહી બાદ તુરંત જ બન્ને સામે જનસુરક્ષા ધારા અન્વયે ધરપકડની કાર્યવાહી કરી હતી તેની સામે વિશ્ર્વના કેટલાંક દેશોએ કેન્દ્ર સરકારને રાજદ્વારી કેદીઓની મુકિત માટે અપિલ કરી હતી.ઉમર અને મહેબુબાને આઇ.પી.સી. કલમ ૧૦૩ અન્વયે છ મહિનાની મુદત માટે જેલમાં ધકેલી દેવાયા હતા મુદત પુરી થાય તે પહેલા એક મહિના પૂર્વે તેમનો કારાવાસ વધારી દેવાયો છે.
પીએસએ એ અન્વયે અગાઉ મહેબુબાના કાકા સાગર અને મદનીને ઝડપી લેવાયા હતા. તેમને ધારાસભ્ય ના નિવાસસ્થાનેથી અતિથિગૃહમાં નજર કેદ કરવામાં આવ્યા હતા. કુલગામ જીલ્લા ન્યાયધીશે પોલીસની ફરીયાદને આધારે ખીણવિસ્તારમાં સાગર અને મેદની સામે ૨૦૦૯ ના આશિયા અને નિલોફર બળાત્કાર હત્યા કેસમાં લોકોને ઉશ્કેટરવા બદલ અટકાયતમાં લીધા હતા. પોલીસે બેન્ન સામે લોકોમાં ઉશ્કેરાટ ફેલાવી દેખાવો કરી અલગતાવાદીઓને દેખાવો માટે મદદરુપ થવા અને ખાસ કરીને અફજલગુરુની ફાંસી બાદ સાગરની દેશવિરોધી પ્રવૃતિઓ અંગે પોલીસે દરખાસ્ત તૈયાર કરી હતી. સાગર અને મદની સામે ચુંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી લોકોને મતદાનથી દુર રાખવાની પ્રવૃતિઓ મતદારોનું અપહરણ અલગતાવાદીઓની મદદની પ્રવૃતિ જેવા આરોપોને લઇને બન્નેને જવાહરનગરમાં નજર કેદ કરી લેવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ર૪ કલાકમાં મોટા રાજદ્વારી નેતાઓને નજર કેદ કરવાની આ સૌથી મોટી કાર્યવાહીએ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવ્યો છે.