વાતોના વડાથી ઘરનાં નળિયાં સોનાના ન થઈ જાય દેશના બિન રાજકીય સમર્થ અર્થશાસ્ત્રીઓ સાથે સલાહ સૂચના અનિવાર્ય
આપણે ત્યાં કોઈ વ્યકિત બિમાર પડે, તંદુરસ્તી અત્યંત બગડે અને હાલત ખરાબમાં ખરાબ થવા લાગે ત્યારે સ્વજનો અને ડાહ્યા લોકો એને કોઈ સમર્થ ડોકટર, હકીમ અને અનુભવી વૈદ્યરાજ પાસે જવાની, નવેસરથી નિદાન કરાવવાની અને દવા-સારવારની સલાહ આપતા હોય છે.
આપણા દેશના અર્થતંત્રની હાલત અત્યારે ખરાબથીયે ખરાબ થઈ ગઈ છે, એની અતિ ગંભીર હાલત છે. કેન્દ્ર સરકાર કારગત નીવડે એવા પગલા લઈ શકી નથી. અખબારોમાં જ ચમકયા કરવાનું છોડીને દેશના મરવા પડેલા અર્થતંત્રની ચિંતા કરવાની સલાહ દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે આપી છે, જે દેશ અને પરદેશના અર્થશાસ્ત્રીઓ અને નાણાં સંસ્થાઓ તેમજ સેન્સેકસ સાથે સંકળાયેલા અને નાણાતંત્ર સાથે સંલગ્ન પરિબળોને ચિંતામાં મૂકે તેવી છે. આને લગતો અહેવાલ દર્શાવે છે કે અર્ધ વ્યવસ્થામાં છવાયેલી સુસ્તી અને તેના પર કેન્દ્ર સરકારના વલણને લઈને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે એનડીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા,. પૂર્વ વડાપ્રધાને સરકારને ચેતવતા કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ન્યુઝ પેપરોમાંચ મકતું રહેતી રાજનીતિમાંથી બહાર નીકળે અને દેશ સમક્ષ રહેલા આર્થિક પડકારોને દૂર કરવાની જરૂર છે. મનમોહનસિંહે કેન્દ્ર સરકાર પર એ સમયે નિશાન સાધ્યું છે. જયારે સરકાર એ માનવાનો ઈન્કાર કરી રહી છે કે અર્થ વ્યવસ્થા કોઈ સંકટમાં ઘેરાયેલી છે. સરકારે જોકે અર્થ વ્યવસ્થાની ઝડપ વધારવા માટે ગત દિવસોમાં ઘણા ઉપાયોની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારને મળેલા ભારે જનાદેશ પર પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, એ યાદ રાખવું જરૂરી છે કે આ એક એવી સરકાર છે,. જેને ભારે જનાદેશ મળ્યો છે. અને તે પણ એકવખત નહી પરંતુ સતત બે બે વખત, જયારે હું નાણામંત્રી બન્યો હતો કે વડાપ્રધાન બન્યો હતો.ત્યારે અમને આટલો મોટો જનાદેશ નહોતો. મળ્યો તેમ છતા અમે ઘણી ઉપલબ્ધીઓ મેળવી અને દેશને ૧૯૯૧ના સંકટ અને ૨૦૦૮ના વૈશ્ર્વિક નાણાંકીય સંકટમાંથી સફળતાપૂર્વક બહાર કાઢ્યો.
તેમણે કહ્યું કે, સરકારે લોકો પર વિશ્ર્વાસ રાખવો જોઈએ અને સમગ્ર દુનિયાને એક સંદેશ આપવો જોઈએ. કમનસીબે મને હજુ સુધી મોદી સરકાર તરફથી આ પ્રકારનો કોઈ ઉપાય થતો દેખાતો નથી. જીએસટીના મુદા પર પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, સરકારે સૌથી પહેલા જીએસટી વ્યવસ્થાને સરળ કરવી જોઈએ. પછી ભલે થોડા ગાળામાં તેનાથી રેવન્યુને નુકશાન થાય. તે પછી સરકારે ગ્રામ્ય ખપતને વધારવા અને કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાની અનોખી રીતો શોધવી પડશે.
ડો. મનમોહનસિંહે દશ વર્ષ સુધી તેમનો પક્ષ અન્ય વિપક્ષોના ટેકા ઉપર નિર્ધારીત હતો એવા સંજોગો વચ્ચે દેશનું સુકાન સંભાળી ચૂકયા છે. અને ઉચ્ચ કક્ષાના અર્થશાસ્ત્રીઓમાં એમની ગણના થઈ રહી છે. એ જોતા એમની આ ચેતવણી અંગે ‘આંખ આડા કાન’ કરવાની મૂર્ખામી રખે કોઈ કરે.
હાલની આર્થિક મંદી જોતા પાંચ ટ્રિલિયન ડોલરનું લક્ષ્યાંક પાર કરવાનું કેવી રીતે શકય બનશે. તેવો પ્રશ્ર્ન પણ સિંઘવીએ ઉઠાવ્યો હતો. તેમણે એક અન્ય નિવેદનમાં કહ્યું કે અર્થતંત્ર પાંચ ટ્રિલિયન ડોલર પાર કરશષ. પણ કેવી રીતે? યુવાનોને રોજગારી મળી રહી નથી તેને માટે પણ વિરોધ પક્ષોને તમે જવાબદાર ગણશો તેવો પ્રશ્ર્ન સિંઘવીએ પૂછયો હતો.
આ સર્વાંગી માહિતીઓનાં આધારેએમ લાગે છે કે, આપણા દેશના અર્થતંત્રની સ્થિતિ અતિ ગંભીર અને ખરાબમાં ખરાબ છે. એવી ડો. મનમોહનસિંઘની ચેતવણીમાં સામાન્ય રીતે આ દેશમાં ઘર કરી ગયો છે. એવો નર્યો રાજકીય સ્વાર્થ નથી, પરંતુ વિવિધ આંકડાઓ સાથેની ચિંતા છે !
કોંગ્રેસના નેતાઓએ એમની ચેતવણીના આધારે ત્વરીત પ્રત્યાઘાતો આપ્યા છે. તેમાં અને નાણા પ્રધાન નિર્મલાજીએ કરેલા બચાવમાં રાજકારણની છાંટ હોય તો પણ દર્દે અને દર્દીની હાલત અસાધ્ય રોગ સમી છે એ નિર્વિવાદ છે.
સરકારમાં બેઠેલાઓની વાતોએ કહેવતની યાદ આપે છે કે, ‘વાતોનાં વળાંથી જ ઘણનાં નલિયાં સોનાના ન થઈ જાય આ કહેવતનો સાર એવો હોઈ શકે કે, આ દેશના સુકાનીઓએ અને વિપક્ષીઓએ રાજકીં અર્હમને સંપૂર્ણ પણે ત્યાગીને અને મૂળભૂત રાષ્ટ્રીય સંસ્કૃતિને સજીવન કરીને એક મંચ ઉપર બેસતાં શીખી લેવું જોઈએ. ડો. મનમોહનસિંઘ સહિત દેશના બધા જ અર્થશાસ્ત્રીઓએ દેશને અર્થતંત્રીય કટોકટીમાંથી વહેલી તકે બહાર કાઢવાનાં પગલાં અંગે ખૂલ્લા દિલથી અને સાચા દેશભકતોની જેમ વિચાર વિમર્શ કરવો જોઈએ અને એટલા જ નિર્માનીપણા સાથે એને કાર્યાન્વિત કરવામાં સંલગ્ન થવું જોઈએ. એમાંજ સાચો રાષ્ટ્રધર્મ છે.