મગજની શસ્ત્રક્રિયા અને કોરોના પોઝિટિવની તકલીફ વચ્ચે મુખર્જીની તબિયત લથડી
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મગજની શસ્ત્રક્રિયા દરમિયાન આર્મી રીસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર રખાયા છે. મગજમાં લોહી ગંઠાય ગયું હોવાથી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મગજની સર્જરી પણ કરવાની હતી. આ સારવાર માટે પ્રણવ મુખર્જીને આર્મીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સફળ સારવાર થઈ હતી. દરમિયાન તેઓ ગંભીર અવસ્થામાં હોવાથી વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા. પ્રણવ મુખર્જીની ઉંમર અત્યારે ૮૪ વર્ષની છે. તેમને બે દિવસ પહેલા ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, હોસ્પિટલે સારવાર માટે ગયો ત્યારે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. માટે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ સેલ્ફ આઈસોલેટ થઈને કોરોનાનો રિપોર્ટ કરાવે. નોંધનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ૨૦૧૨થી ૨૦૧૭ સુધી રાષ્ટ્રપતિ રહ્યાં હતા. તેઓ લોકલાડીલા નેતા પણ હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના કાર્યકાળ દરમિયાન દેશમાં ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. દરમિયાન તેમની તબીયત બગડતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. મગજની સર્જરી કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ તેમની તબીયત જાણવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.