પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું હતું. પ્રણવ મુખર્જીએ સોમવારે સાંજે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી તેઓ બીમાર હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તાજેતરમાં પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા, તેમની સર્જરી પણ થઈ હતી. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજીના નિધનની માહિતી આપી હતી.
નોંધનીય છે કે, પ્રણવ મુખર્જી કોરોના વાયરસ પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું અને તાજેતરમાં જ તેમની મગજની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી 2012 માં દેશના રાષ્ટ્રપતિ બન્યા, 2017 સુધી તેઓ રાષ્ટ્રપતિ હતા. વર્ષ 2019 માં તેમને ભારત રત્ન એનાયત કરાયો હતો.