કર્ણાટકના 55-માનવી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બી.વી.નાયક સાથે ચૂંટણી લક્ષી ચર્ચા કરી કરી હતી.અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણી અન્વયે રાયચુરા જિલ્લાની માનવી બેઠકની જવાબદારી ભાજપ નેતૃત્વ દ્વારા સોંપવામાં આવેલ છે તે અન્વયે વિવિધ કામગીરી ચાલુ કરી દીધી છે.
ભાજપ માનવી મંડલ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે ચૂંટણી પ્રચાર, વ્યવસ્થા,બુથ,પેજ સમિતિ,શક્તિ કેન્દ્રો વિગેરે કામગીરી અંગે ચર્ચા કરી હતી. કોઈપણ સંજોગોમાં માનવી વિધાનસભા બેઠક જીતવા કાર્યકર્તાઓને ઘનિષ્ઠ કામગીરી કરવા કામે લાગી જવા જણાવ્યું હતુ.આ પ્રસંગે કાર્યકર્તાઓએ ભારત માતાના જયઘોષ સાથે પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. ગુજરાત રાજ્યના પૂર્વ પંચાયત મંત્રી અને મોરબીના પનોતા પુત્ર બ્રિજેશભાઈ મેરજા દ્વારા કર્ણાટક ખાતેની કામગીરીથી મેન ટુ સ્વભાવ અને સૌ સાથે સાલસ ભર્યા માનવીય અભિગમને કારણે કર્ણાટકમાં પણ કાર્યકર્તાઓના દિલમાં સ્થાન મેળવી લીધું છે અને સતત પ્રચાર કાર્યમાં ગડાડુબ હોવાના કારણે મોરબી-માળીયાના કાર્યકર્તાઓ અને બ્રિજેશભાઈના શુભેચ્છકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે,અને એમની કામગીરીને વધાવી રહ્યા છે.