નિધનના સમાચાર અંગે પરિવારની ટ્વીટર પર સ્પષ્ટતા: અફવાનું ખંડન કર્યું
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. તબિયત બગડતા પરવેઝ મુશર્રફને દુબઈમાં થોડો સમય વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. તેઓને હાર્ટની તકલીફ સહિતની શારીરિક સમસ્યા છે. ઘરે પહોંચ્યા પછી પણ ડોક્ટરોની એક સ્પેશિયલ ટીમ પરવેઝ મુશર્રફના સ્વાસ્થ્ય પર 24 કલાક નજર રાખી રહી છે. પરવેઝ મુશર્રફે વર્ષ 1999માં તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખતા કારગિલ યુદ્ધની શરૂઆત કરી હતી. તેમણે સેનાના અધ્યક્ષ રહેતા તખ્તો પલટાવીને પાકિસ્તાનમાં માર્શલ લો પણ જાહેર કર્યો હતો.
પરવેઝ મુશર્રફની પાર્ટી ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગે તેઓના નિધનના સમાચાર ફગાવ્યા છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, પૂર્વ સૈન્ય શાસકને 3 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેઓના ઘરે પરત લવાયા છે. પાર્ટીએ કહ્યું કે પરવેઝ મુશર્રફની તેઓના ઘરે જ સારવાર ચાલી રહી છે અને હાલ તેઓની સ્થિતિ સ્થિર છે. જનરલ પરવેઝ મુશર્રફ કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ હતા. એવું કહેવાય છે કે તેમણે કારગિલના મુદ્દે તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખ્યા હતા. 78 વર્ષીય પરવેઝ મુશર્રફે વર્ષ 1999 થી 2008 દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી સંભાળી હતી. માર્ચ 2016 થી મુશર્રફ દુબઈમાં રહેતા હતા.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની સ્થિતિ ખૂબ નાજુક છે. આજે તેમનું નિધન થયું હોવાની અફવા ફેલાઈ હતી. જોકે ત્યારપછી પરિવારે ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે કે, હવે તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની રિકવરી મુશ્કેલ છે. પરવેઝ મુશર્રફના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી તેમના પરિવારે માહિતી આપી છે કે, હવે તેઓ વેન્ટિલેટર પર નથી. બીમારીના કારણે તેઓ છેલ્લાં 3 સપ્તાહથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ ગંભીર છે. તેમની રિકવરી મુશ્કેલ છે. તેમના માટે દુઆ કરો