- અમરેલી: લેટરકાંડમાં મામલે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી
- 24 કલાક તમારી 25મી કલાક અમારી: પરેશ ધાનાણી
અમરેલીમાં કૌશિક વેકરિયાને બદનામ કરતા આક્ષેપો સાથે તાલુકા પંચાયતના લેટરપેડ ઉપર લખાયેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે બાબતે ચાર આરોપીઓ ને પોલીસે પકડી પડ્યા હતા. ત્યારબાદ યુવતીની ધરપકડ કરી તેણીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે. ત્યારે અમરેલીમાં લાંબા વિરામ બાદ સમગ્ર મામલે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પાયલ ગોટીને પોલીસે પટ્ટા વડે માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમજ આ મામલે જવાબદારો સામે 24 કલાકમાં પગલા નહીં ભરાય તો SP કચેરીએ ધરણા ઉપર બેસવાની પરેશ ધાનાણીએ ચીમકી આપી છે. ત્યારે રાજકમલ ચોકમાં પત્રમાં લખાયેલા મુદ્દા સાચા છે કે ખોટા તે બાબતે કૌશિક વેકરિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો 6 વાગ્યે ત્યાં કોઈ નહીં આવે તો આ પત્રમાં લખાયેલા શબ્દો સાચા છે તેમ માની અને આગળની કાર્યવાહી શરૂ કરીશું તેમ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવ તો, અમરેલીમાં કૌશિક વેકરિયાને બદનામ કરતા આક્ષેપો સાથે તાલુકા પંચાયતના લેટરપેડ ઉપર લખાયેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જે બાબતે ચાર આરોપીઓ ને પોલીસે પકડી પડ્યા હતા જેમાં આરોપી યુવતી પાયલ ગોટી ના હાલ જામીન મંજૂર થઈ ચૂક્યા છે જે બાદ મામલો ગરમાયો છે કારણકે યુવતીએ આક્ષેપો કર્યા છે કે ધરપકડ બાદ તેણીને માર મારવામાં આવ્યો છે જો કે આ બાબતે જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી ગોહિલ ના અધ્યક્ષ સ્થાને બે મહિલા પીઆઇ સભ્યો સાથે એસઆઈટીની રચના પણ કરી દીધી છે જે તપાસ કરી રહી છે પરંતુ અમરેલીમાં લાંબા વિરામ બાદ આજે સમગ્ર મામલે પરેશ ધાનાણી એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
જેમાં જણાવ્યું હતું કે પાયલ ગોટી ને પોલીસે પટ્ટા વડે માર મારવામાં આવ્યો છે બિન કાયદેસર રિકન્ટ્રક્શન ના નામે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે જો આ મામલે જવાબદારો સામે 24 કલાકમાં પગલા નહીં ભરાય તો એસપી કચેરીએ ધરણા ઉપર બેસવાની પરેશ ધાનાણીએ ચીમકી આપી છે ત્યારે કાલે સાંજે 6 કલાકે રાજકમલ ચોકમાં પત્રમાં લખાયેલા મુદ્દા સાચા છે કે ખોટા તે બાબતે મીડિયા સમક્ષ ચર્ચા કરવા કૌશિક વેકરિયાને આમંત્રણ આપવા માં આવ્યું છે જો 6 વાગ્યે ત્યાં કોઈ નહીં આવે તો આ પત્રમાં લખાયેલા શબ્દો સાચા છે તેમ માનીશું અને આગળની લડત હવે અમે શરૂ કરીશું તેમ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
અહેવાલ: પ્રદિપ ઠાકર