રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓએ અઢી વર્ષ શાસનમાં રાજ્યસરકારના સહયોગ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો.રાજકોટના પૂર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, પૂર્વ ડે.મેયર દર્શીતાબેન શાહ, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ શાસક પક્ષ નેતા અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ શાસક પક્ષ દંડક રાજુભાઈ અઘેરાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્ય સરકારએ પદાધિકારીઓના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન રાજકોટના વિકાસમાં જે રીતે સહયોગ આપ્યો હતો તે માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. ખાસ કરીને અઢી વર્ષમાં રાજ્ય સરકારે આજી ડેમને નર્મદા સાથે જોડી રાજકોટનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ કરેલ છે.
રાજકોટને નવી સિવિલ હોસ્પિટલ પ્રાપ્ત યેલ રાજકોટ માટે નવું બસ-સ્ટેશન બની રહ્યું છે. રાજકોટને નવું રેસકોર્ષ-૨ પ્રાપ્ત થયેલ છે. રાજકોટ માટે નવું એરપોર્ટ બની રહ્યું છે. જકાત ગ્રાન્ટમાં ૧૦% નો વધારો આપેલ છે. કાલાવડ રોડ, કે.કે.વી. ચોક, માવડી ચોકડી, રૈયા ચોકડી, આમ્રપાલી અન્ડરબ્રીજ, હોસ્પિટલ ચોક ઓવરબ્રીજ, સોરઠીયા વાડી ઓવરબ્રીજ સહિતના મોટા પ્રોજેક્ટોમાં ગ્રાન્ટ ફાળવેલ છે. અને રાજકોટને સાચા ર્અમાં સ્વચ્છ સીટી અને સ્માર્ટ સીટી બનાવવામાં રાજ્ય સરકાર પૂરી મદદરૂપ ઇ છે તે બદલ નિવૃત યેલ પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુષ્પગુચ્છ આપી રાજકોટ શહેર વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સમયે રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ઉપસ્તિ રહ્યા હતા.