જાણીતા વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામ જેઠમલાણીનું 95 વર્ષની વયે અવસાન થયું છે. રાષ્ટ્રીય જનતા દળનાં રાજ્યસભાનાં સાંસદ જેઠમલાણી છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. રામ જેઠમલાણી અટલ બિહારી વાજપાઇ સરકારમાં દેશનાં કાયદા, ન્યાય અને કંપની અફેયર મંત્રી રહ્યા હતા.આરજેડી પહેલા તેઓ ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ હતા.

જેઠમલાણી છઠ્ઠી અને સાતમી લોકસભામાં, તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર મુંબઈથી બે વખત ચૂંટણી જીત્યા હતા. બેબાક નિવેદનો માટે જાણીતા જેઠમલાણીને બાદમાં કોઇ વિવાદિત નિવેદનનાં કારણે ભાજપ દ્વારા બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે લખનઉથી અટલ બિહારી વાજપાઇ સામે 2004 ની ચૂંટણી લડી હતી પરંતુ તેઓને હારનો સામનો કરનો પડ્યો હતો. 7 મે 2010 નાં રોજ, તેઓ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જેઠમલાણી દેશનાં સૌથી મોંઘા વકીલોમાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.