પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કુદકે ને ભુસકે વધતી જતી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોની આર્થિક સ્થિતિ દિવસે દિવસે વધુને વધુ કફોડી થતી જાય છે.તેથી મોંઘવારી ઉપર અંકુશ મેળવવા કેન્દ્રની મોદી સરકાર અને રાજયની રૂપાણી સરકારને પગલા ભરવા જણાવ્યું છે.ઠુંમરે વધુમાં જણાવ્યું કે, કોરોના મહામરી કોવીડ 19ને અનુલક્ષીને કેન્દ્રની મોદી સરકારે ગત ર્વે દેશમાં 70 દિવસનું લોકડાઉન અમલમાં મૂકયું ત્યારબાદ ખાદ્ય ચીજ વસ્તુઓનાં ભાવો સતત વધતા કેજેણે ગરીબઅને મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખી. ઠુંમરે વધુમાં એમ પણ જણાવ્યું કે, લોકડાઉન પછી અનાજ અને ખાદ્યતેલો સહિત જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવો નિરકુંશપણે એટલા બધા વધીચૂકયા છે કે ગરીબ અને મધ્યમ વર્ગનાં પરિવારોનાં ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે.
ગત વર્ષની સરખામણીમાં એપ્રીલ 2021માં ખાધતેલોનાં ભાવોમાં 47 ટકાનો કમ્મરતોડ વધારો થયો છે.એવી જ રીતે દાળોના ભાવમાં પણ 17 ટકા જેટલો વધારો થયો છે. ચા-પત્તીના ભાવમા 30 ટકા જેટલો વધારો થયો છે. અને ચોખાના ભાવો 15 ટકા જેટલા વધ્યા છે. છેલ્લા એક વર્ષથી ખેડુતને ખેત ઉત્પાદન ભાવ મળતા નથી. ઉદ્યોગકારો પાસે મોટા ફંડ લઈને ઉદ્યોગકારોને ખુશ કરવાની આ નીતિના કારણે ગ્રાહકોને ખાધ ચીજ વસ્તુ મોંઘા ભાવે મળે છે.વચેટીયા મોટી કમાણી કરી રહ્યા છે. તેના કારણે ખેડુતો અને સામાન્ય માણસ નાનો વેપારી અને ગરીબ માણસ મોંઘવારીનો ભોગ બન્યો છે. તેની સીધી જ નૈતિક ફરજ ભાજપની રાજય સરકાર અને કેન્દ્ર સરકારની છે પરંતુ એ નૈતિક ફરજ ભૂલીને તમામ વર્ગને સહન કરવું પડે છે. તે બાબતે ખેદ વ્યકત કર્યો હતો.