વડાપ્રધાન મોદી રાજકોટ ખાતે આવ્યા હતા અને સભા સંબોધી હતી તેમજ મોરબી રાજકોટ સહિતના જિલ્લાઓને 7000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાત મુહુર્ત અને લોકાર્પણ કર્યા હતા.

જે કાર્યક્રમમાં મોરબી સહિત ગુજરાત ભરના અલગ અલગ જિલ્લાઓમાંથી ભાજપનાં કાર્યકર્તાઓ હોદ્દેદારો અને નેતાઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા જેમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ પહોંચ્યા હતા જે દરમિયાન વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન પીએમ એ કાંતિલાલને પૂછ્યું હતું કે કેમ છે કાંતિલાલ મોરબી મજામાં ને ? જેના પ્રત્યુતરમાં કાંતિલાલ દ્વારા જણાવાયું કે તમારા આશીર્વાદથી સારું છે

તેમજ આ મુલાકાત વેળાએ કાંતિલાલ દ્વારા કોરોનામાં દીવંગતોના મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ પીએમ ના 72માં જન્મદિવસ નિમિતે કરેલ 72 ટન સુખડી વિતરણના ફોટો આલ્બમ અર્પણ કરવામાં આવ્યા હતા જેથી પીએમ દ્વારા કાંતિલાલ અમૃતિયાના હુલામણા નામથી બોલાવીને પીએમ મોદીએ પીઠ થપથપાવી કહ્યું કે ’આ બધી વસ્તુની મને ખબર છે કાના તું મને આલ્બમ દે કે ના દે મને બધી ખબર છે’ જેથી કાંતિલાલ અમૃતિયા ગદગદિત થયા હતા અને વડાપ્રધાન મોદી મોરબીમાં શુ ચાલી રહ્યું છે એની અગાઉથી જાણકારી ધરાવતા હોય જેથી ત્યાં હાજર લોકો પણ આશ્ચર્ય પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.