મોરબીમાં કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય આયોજીત શ્રીમદ્દ ભાગવત કથામાં ભાવિકો ભાવવિભોર
અબતક, ઋષી મહેતા, મોરબી
કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત પૂજ્ય રમેશભાઈ(ભાઈશ્રી) ઓઝાના શ્રીમુખેથી શ્રીમદ્દ ભાગવત કથાના સાતમાં અને દિવસે ભાગવત મહાજ્ઞાનયજ્ઞ મહોત્સવનું સહર્ષ સાથે અને ભારે હૈયે સમાપન કરવામાં આવ્યું હતું
શ્રીમદ્દ ભાગવત કથાના સાતમા દિવસે પૂજ્ય ભાઇશ્રીએ ભાગવત કથામાં ભગવાન શ્રીકૃષ્ણની માતા જશોદા સાથેની લીલાનું સવિસ્તાર વિવરણ કર્યું હતું, તેમજ ગોકુળમાં ગોપીઓ સાથેના તેમના નિસ્વાર્થ પ્રેમની અભિવ્યક્તિ સવિસ્તાર કરી, કાન-ગોપી-રાસની વિસ્તૃત કથા કરી ભગવાન શ્રીકૃષ્ણની અદભુત દર્શન કરાવ્યા હતા.
કથાના સાતમાં દિવસે એટલે કે અંતિમ દિવસે પૂજ્ય ભાઈશ્રીએ પ્રભુ શ્રીકૃષ્ણને જરા નામનો પારધી બાણ મારે છે
તેમજ સમગ્ર યાદવો તીર્થ પ્રભાસમાં એકબીજા સાથે લડીને યાદવકુળનો નાશ કરે છે તેની કથા સંભળાવી, શ્રીમદ્દ ભાગવત કથાનો કથાસાર સંભળાવે છે અને અંતમાં સુખદેવજી મહારાજ દ્વારા પરીક્ષિત રાજાને સમગ્ર ત્યાગ કરવાનું કહી, મુક્તિની ઈચ્છાનો પણ ત્યાગ કરવાનું કહે છે અને શ્રીમદ્દ ભાગવત કથાને પણ વિરામ આપે છે
શ્રીમદ્દ ભાગવત કથાને વિરામ આપ્યા પહેલા કથા આયોજક કાંતિભાઈ અમૃતીયાએ પોતાના સંકલ્પોની વાત કરી હતી જે સંકલ્પમાં મોરબીમાં ભવ્ય “ગાયમાતા”નું મંદિર અને મોરબીમાં એક અદભુત ફરવા લાયક સ્થળ બનાવવાની જાહેરાત કરી જેમાં મોરબી જીલ્લાના લોકોનો સાથ સહકાર માંગ્યો હતો તેમજ 72 ટન લાડુ મોરબી જીલ્લાના ગૌધન માટે અને 32 ટન લાડુ પોરબંદર સાંદિપની ખાતે મોકલાવવાના છે, તેવા સંકલ્પોની જાહેરાત કરી હતી
કથાના સાતમા અને અંતિમ દિવસે મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય અને કથાના આયોજક કાંતિભાઈ અમૃતિયાને તેમના મિત્રો દ્વારા રજતતુલા કરવામાં હતી, રજતતુલામાં 84 કિલો ચાંદી ઉપરાંત તેમાં પાંચ લાખ જેટલી રકમ ઉમેરીને સદ્કાર્યો માટે વાપરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી
શ્રીમદ્ ભાગવત સપ્તાહના છેલ્લા દિવસે પૂર્વ ધારાસભ્યની રજતતુલા
મોરબીમાં છેલ્લા છ દિવસથી શ્રીમદ ભાગવત સપ્તાહનું જાજરમાન આયોજન થયું છે જેમાં આ કથા શ્રવણ નો સુધી લાખો લોકોએ લાભ લીધો છે. જેમાં આજે સપ્તાહના છેલ્લા દિવસે મોરબી માળિયા પૂર્વ ધારાસભ્ય અને શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજક કાંતિલાલ અમૃતિયા ને ચાંદી ભારોભાર ઝોખવામાં આવ્યા છે જેમાં પૂર્વ ધારાસભ્યના ઉદ્યોગપતી મિત્રો દ્વારા 84 કિલો ચાંદીથી પૂર્વ ધારાસભ્યની રજત તુલા કરવામાં આવી હતી તેમજ આ 84 કિલો ચાંદી તેમાં પાંચ લાખ જેટલી રકમ ઉમેરીને સદકાર્યો માટે વાપરવામાં આવશે એવું પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કોરોનામાં દિવંગતોના મોક્ષાર્થે કાંતિભાઈ અમૃતિયા પરિવાર આયોજીત રમેશભાઈ ઓઝાની
શ્રીમદ્ ભાગવત કથાના સાતમાં દિવસે પણ બોહળી સંખ્યામાં લોકોએ અબતક ચેનલ તથા અબતક મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી લાઈવ નિહાળી હતી.