ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે શિયાળુ પાક અને ઉનાળુ પાકને ભયંકર નુકશાની થયેલ છે. સરકારે શિયાળુ પાકને થયલા નુકશાનનું સર્વે કરાવી સહાય માટેની જાહેરાત પણ કરી છે.
ધોરાજી- ઉપલેટા તાલુકાનમાં શિયાળુ પાકને નુકશાન થયેલ તેનો સમાવેશ આ સહાય પેકેજમાનં કરવામાં નથી આવ્યો. જયારે એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક જેવો કે બાજરી, તલ, મગ અને ડુંગળી જેવા પાકને નુકશાન થયેલનો સર્વે કરી ખેડુતોને તાત્કાલીક સહાય ની માંગ કરતા પૂર્વ ધારાસભ્ય લલીતભાઇ વસોાયાએ કરી છે.
ધોરાજી-ઉપલેટા તાલુકાના ર0 થી વધારે ગામો એવા છે કે જેમાં છેલ્લા 1પ દિવસમાં 7 થી 10 ઇંચ જેટલો વરસાદ પવન સાથે પડયો છે. નદી, વોકળામાં પુર આવ્યા છે. અતિ વરસાદના કારણે મારા ઉપલેટા તાલુકાના આઠ ગામની ત્રણ મહિલાઓ તણાઇ જવાના કારણે મૃત્યુ થયા છે.