હળવદ-ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજ્યના પૂર્વ મંત્રી કવાડિયા એ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ ઈઅઅના કાયદાને સમર્થન આપવા હળવદ ધાંગધ્રા ના વિવિધ અગ્રણી લોકોને ૧૧૧૧ પત્રો લખી અપીલ કરવામાં આવી છે
કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જ્યારથી ઈઅઅ (નાગરિકતા સંશોધન બિલ) લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી વિપક્ષો દ્વારા આ કાયદાને કાળો કાયદો ગણિ તેનો જોરશોરથી વિરોધ નોંધાવી રહ્યા છે જ્યારે બીજી તરફ કાયદાના સમર્થનમાં પણ અનેક લોકો રસ્તાઓ પર ઉતર્યા છે તેવામાં ભાજપ પક્ષ દ્વારા જનજાગરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને લોકોને ઘરે ઘરે જ આ કાયદા વિશે માહિતગાર કરવામાં આવી રહ્યા છે જેની હળવદ ની જવાબદારી પૂર્વક રાજ્યમંત્રી જેન્તીભાઈ કવાડિયાને સોંપવામાં આવી છે
ત્યારે ઈઅઅ લખતી માહિતી તેમજ આ કાયદાને સમર્થન આપવા પૂર્વ રાજ્યમંત્રી જયંતીભાઈ કવાડિયા દ્વારા હળવદ તેમજ ધાંગધ્રાના દરેક ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઓ,ડોક્ટર શ્રીઓ, વકીલ શ્રી ઓ ,શૈક્ષણિક સંસ્થાઓના વડા ,ધાર્મિક સંસ્થાઓના વડા અને બંને તાલુકાના દરેક સમાજના અગ્રણીઓ સહિતના ઓને પૂર્વ મંત્રી કવાડિયા એ તેઓના લેટરપેડ પર ઈઅઅ કાયદાને દેશહિત હોય જેથી તેને લઈ સમર્થન આપવા અપીલ કરાઇ છે