અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ભાજપ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા: કાલે અમરેલીમાં બેસણું

ભાજપ અને સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીના માતુશ્રીનો દેહવિલય પંચમહાભૂતમાં વિલીન થયા, શનિવારે બેસણું જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અંતિમયાત્રામાં જોડાયા ભાજપના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય સહકારી ક્ષેત્રના માંધાતા પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબેન મનુભાઈ સંઘાણી ઉ.૮૮નું નિધન થતા રાજયભરનાં ભાજપ પરિવાર રાષ્ટ્રીય સહકારી ક્ષેત્ર અને અમરેલી જિલ્લા ભાજપ પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. બપોરનાં ૨ કલાકે સદગત શાંતાબેન સંઘાણીની અંતિમયાત્રા તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી.

જેમાં અમરેલી જિલ્લાના સર્વપક્ષીય આગેવાનો સર્વ પરેશભાઈ ધાનાણી, નારણભાઈ કાછડીયા, મુળશંકરભાઈ તેરૈયા,જયંતિભાઈ કવાડીયા ડો. ભરતભાઈ કાનાબાર ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, બાબુભાઈ તંતી, વાલજીભા, ખોખરીયા, હિરેનભાઈ હિરપરા, અમરડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, શરદભાઈ લાખાણી કૌશિકભાઈ વેકરીયા, કમલેશ કાનાણી સહિતના સર્વક્ષત્રીય આગેવાનો સહકારી સંસ્થાઓનાં અનેકવિધ મહાનુભાવો સામાજીક સંસ્થાઓનાં અગ્રેસરો, વેપારી મિત્રો અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

અમરેલી જિલ્લામાં વર્ષો પહેલા જયારે ભાજપ પા.પા. પગલી કરતુ હતુ અને એક માત્ર સક્ષમ નેતા તરીકે દિલીપ સંઘાણી હતા તે સમયે દિલીપ સંઘાણી પાસે તેમના નિવાસ સ્થાને નાના મોટા કામલઈ જિલ્લાભરમાંથી રોજના અસંખ્ય ભાજપી કાર્યકર્તાઓ આવતા તે સમયે દિલીપ સંઘાણીના સ્વ. માતુશ્રી શાંતાબા બધા કાર્યકર્તાઓને આવ દિકરા કહી વ્હાલથી બોલવતા આટલું જનહિ જમાડયા સિવાય જવા ન દેતા આવા કાર્યકર્તાઓ માતૃત્વ ગુમાવ્યાનો અહેસાસ કરતા જોવા મળ્યા હતા.

સ્વ.શાંતાબેન નનુભાઈ સંઘાણી તે નનુભાઈ સંઘાણીના ધર્મપત્ની, પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન ગુજકોમાસોલના ચેરમેન, ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ કાળુભાઈ જેન્તીભાઈ ચંદુભાઈ જયસુખભાઈ મુકેશભાઈ સંઘાણીના માતુશ્રી થાય, સદગત શાંતાબાનું બેસણું તા.૬ને શનિવારના રોજ બપોરના ૨ થી ૬ સુધી ખેડુત તાલીમ ભવન લીલીયારોડ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.