સીબીઆઈએ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરી હોવાનો દાખલ કર્યો કેસ
દેશના ઉદ્યોગ જગત અને ખાસ કરીને મૂડી બજારમાં જેનો ટોચના દબદબો ગણાય છે તેવા મારૂતીના પૂર્વ એમ.ડી ખટ્ટર સામે સીબીઆઈએ ૧૧૦ કરોડ રૂપીયાનો લોનફ્રોર્ડ અંગે કેસ દાખલ કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
સીબીઆઈએ મારૂતી સુઝુકીના પૂર્વ એમ.ડી.જગીશ ખટ્ટર સામે ૧૧૦ કરોડ રૂપીયાનીલોન લેવા માટે પંજાબ નેશનલ બેંક સાથે ગેરરીતિ આચરી છેતરપીંડી કરી હોવાનો કેસ દાખલ કરતા દેશની અગ્રણ્ય કાર કંપની મારૂતી સુઝુકીના પગથીયા ઉતરતા પહેલા જગદીશ ખટ્ટરે કરેલી ગેરરીતિ કાયદાના સંકજામાં આવી ગઈ છે. સીબીઆઈએ ખટ્ટર સામે ૨૦મી ડીસે. ફરિયાદ દાખલ કરીને ખટ્ટર અને અજાણ્યા કર્મચારી સામે બેંકના લેણા નાણા ન ચૂકવીને છેતરપીંડી કર્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે ખટ્ટરે આ આક્ષેપ ફગાવી દીધો છે.
મારૂતી ઉદ્યોગ લીમીટેડના સ્થાપક અને પ્રમોટર તરીકે કામ કરતી વખતે પેઢીના ખોટના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ હોવાનો બચાવ કર્યો હતો. ખટ્ટરે વિરોધ કર્યો હતો કે મેં પણ મારી જીવન ભરની પૂંજા આ પ્રોજેકટમાં રોકી હતી મારા પૈસા પણ ધંધાની ખોટના કારણે ડુબી ગયા છે. તેમણે જણાવ્યું હતુ કે કોરોનેશન બિઝનેશમાં ખોટ જવાને કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. કોઈ ગેરરીતિ કરી નથી પંજાબ નેશનલ બેંક કેટલાક મહિનાઓ પહેલા કરી ફરિયાદને પગલે સીબીઆઈએ તપાસ શરૂ કરી હતી.
૨૦૦ કરોડ રૂપીયાની ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતુ ખટ્ટર ૧૯૯૩ થી ૨૦૦૭ સુધી મારૂતીસાથે જોડાયેલા હતા. ત્યાર પછી તેઓ નિવૃત થયા હતા અને કોરેનેશન રિયાલીટી પ્રાઈવેટ લીમીટેડ અને કારનેશન બ્રોકીંગ માટે ૨૦૦૯માં ૧૭૦ કરોડની લોન લીધી હતી. આ લોન ૨૦૧૫માં એનપીએ જાહેર થઈ હતી. સીબીઆઈએ ફરિયાદમાં નોંધ્યું છે કે કારનેશન મોટર રિપેરીંગ વેચાણ અને જૂની મોટરની ખરીદ કરવાનું કામ કરતી હતી કંપનીએ પાછળથી નાદારી નોંધાવી હતી. ખટ્ટરે દાવો કર્યો હતો. કે કારનેશનનું સંચાલન સારી રીતે થતુ હતુ. અને તેનો વહીવટ સૈધ્ધાંતીક ધોરણે કરવામાં આવતું હતુ કંપનીમાં પ્રતિષ્ઠિત રોકાણકારોમાં પ્રેમજી અને ગાઝાકેપીટલ જેવા જૂથ સામેલ હતા સીબીઆઈ એ જોકે ખટ્ટર સામે બેંકની જામીનગીરીની અસરકયામતો બેંકની પરવાનગી વગર વેંચી આ નાણા અન્ય જગ્યાએ ખર્ચી નાખ્યા હોવાની પ્રવૃત્તિથી ગૂનો કર્યો હોવાનો અને બેંક સાથે વિશ્ર્વાસ અને છેતરપીંડી કરીને ખોટ બતાવી કૌભાંડ કર્યાનું નોંધાવ્યું છે.પીએનબીની તપાસમાં ખટ્ટરે બેંકની જામીનગીરીની ૬૬.૯ કરોડ અને ૪.૫૫ કરોડની મિલકતો બેંકની રજા વગર જ વેચી નાખી હોવાનું ફરિયાદ કરી છે. કટ્ટર પર એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. કે તેમણે લીધેલી લોન માટે મૂકવામા આવેલી જામીનગીરીની અસકયામતો બેંકની મંજૂરી વગર જ વેચી નાખી મારૂતી ઉદ્યોગના પૂર્વ મેનેજીંગ ડાયરેકટર સામે કરોડો રૂપીયાની છેતરપીંડીનો કેસથી કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે.