સુરેન્દ્રનગર ના ચોટીલા ના મેવાસા ગામ ની જમીન કોંભાડમાં સંડોવાયેલા  આરોપી ચોટીલાના   તત્કાલીન મામલતદાર, પી.આર. જાની અને  હાલ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી, વર્ગ-1, નવસારીના આગોતરા જામીન “નામંજુર” કરતી  સુરેન્દ્રનગર સેસન્સ કોર્ટ.

સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી ખરાબા આવો અને સરકારી જમીનો અખૂટ ભંડાર આવેલો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના વિડ વિસ્તારોમાં હજારો એકર ગૌચર જમીન અને સરકારી ખરાબાઓ આવેલા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અનેક ગામોમાં હજારો એકર ગૌચર જમીનો તથા સરકારી ખરાબા ઓ આવેલા હોવાના કારણે અવાર નવાર પણ સરકારી અધિકારીઓ નાણાની ઉચાપત કરી અને કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે ખાનગી લોકોને આપી દેતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે.

ત્યારે ફરી એક વખત ચોટીલા જમીન કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. આ વખતે તપાસમાં ચોટીલાના મેવાસા બારસિયા અને પીપળીયા શેખલીયાની 956 એકર જમીન કૌભાંડની તપાસમાં મોટા કડાકા બહાર આવે તેવી શકયતાઓ સેવાય રહી છે. વર્ષ 2013 2014ના આ કૌભાંડમાં કાર્યવાહી થાય તેવી સૌરાષ્ટ્રભરમાં માંગ ઉઠી હતી જેને લઈ ચોટીલાના જમીન કૌભાંડ માટે પકડાયેલા 200 એકર જમીન બારોબાર વહીવટ કરી નાંખવામાં આવ્યાની ફરિયાદ થઇ હતી. 952 એકર અને 234 એકર ટોચ મર્યાદામાં ગયેલી જમીનનો તત્કાલીન મામલતદાર દ્વારા કેસ ચલાવી ખાનગી વ્યકિતના નામે કરી આપવામાં આવી હતી.

ત્યારે 1976-77ની સાલતી ફાજલ થયેલ ટોચ મર્યાદાની જમીનના રેકર્ડ શોધી કલેકટર ઓફીસની સ્પેશયલ આર.આર.ની ટમી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. ટોચ મર્યાદાની જમીન કોઇ દિવસ જુની શરતમાં ફેરવાતી નથી તો આ ક્યાં આધારે થયું એની તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારે આ મામલે અધિકારીઓ આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા હોય તેવી ચર્ચાએ જોર પકડયું હતું આ બાબતની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી બીજી તરફ તાજેતરમાં જ ત્યારે ચોટીલા તાલુકામાં આવતા અને હાલ રાજકોટમાં ભેળવાયેલા હીરાસર ગામના જમીન કૌભાંડમાં અનેક અધિકારીઓ અને જમીન કૌભાંડીઓના તપેલા ચડી ગયા બાદ હવે ઇન્ટરનેશનલ એરપોર્ટની પાછળ જ આવેલા ચોટીલા તાલુકાના મેવાસા ગામની એગ્રીકલ્ચર લેડ સીલીંગ એકટ હેઠળ  1976માં ખાલસા થયેલી 1200 એકર જમીન ખાનગી ઠેરવી દેવાના પ્રકરણોતી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા તપાસ શરૂ કરતા મેવાસા શેખલીયાની 956 એકર જમીન કૌભાંડમાં મોટા કડાકા બહાર લાવવામાં આવ્યા છે.

સબ ડીર્વીઝનલ મેજીસ્ટ્રેટ અને નાયબ કલેકટર ચોટીલા નાઓની ફરીયાદ આધારે ચોટીલા તાલુકાના મોજે-મેવાસા(શે) ગામના સર્વે નં 136 પૈકીની હેકટર ર89-44-30 ચો.મી તથા ચોટીલા તાલુકાના મોજ-શેખલીયા ગામના સર્વે નં 42 પૈકીની હેકટર 28-35-84 ચો.મી મળી કુલ હેકટર 317 80-14 ચો.મી જમીન જેની પ્રવર્તમાન જંત્રી કિંમત આશરે ગ઼.5,40,40,000/- (અંકે રૂપીયા પાંચ કરોડ, ચાલીસ લાખ,ચાલીસ હજાર પુરા) જેટલી રકમનું સરકારશ્રીને નાણાંકીય નુકસાન કરી / કરાવી સરકારી અધિકારી / કર્મચારીઓએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી / કરાવી અન્ય લાભ મેળવનાર આરોપીઓને ગેરકાયદેસર લાભ અપાવવા સારૂં હુકમોનું ખોટું અર્થઘટન કરી રજી.વેચાણ દસ્તાવેજો આધારે દાખલ થયેલ ફેરફાર નોંધો મંજુર કરી સરકારના નાણાંકીય હીતને નુકસાન થાય તેવા પ્રકારની ગુન્હાહિત ગેરવર્તણૂક આચરી ટોચ મર્યાદા જીન કૌભાંડ અંગેનો ગુન્હો  પી.આર.જાની, તત્કાલીન મામલતદાર, ચોટીલા તથા  ડી.એચ.ત્રિવેદી, તત્કાલિન પ્રાંત અધિકારી, ચોર્ટીલા તથા  એમ.બી.પટેલ, તત્કાલીન નિવાસી અધિક કલેકટર, કલેકટર કચેરી, સુરેન્દ્રનગર જિ.સુરેન્દ્રનગર વિગેરે વિરૂધ્ધ સુરેન્દ્રનગર એ.સી.બી.પોલીસ સ્ટેશન ગુ.ર.ન,02/2021 ઇ.પી.કો. કલમ 409, 465, 466, 467, 468, 471, 120-બી, તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-1988 (સુધારો-2018) ની કલમ-13(1)(એ), 13(2), 12 તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-1988 ની કલમ 13(1)(ડી) તથા 13(2) મુજબનો ગુન્હો દાખલ થયેલ.

આરોપી  પી.આર.જાની, તત્કાલિન મામલતદાર, ચોટીલાનાઓએ આગોતરા જામીન મેળવવા નામદાર સેસન્સ કોર્ટ સુરેન્દ્રનગર ખાતે આગોતરા જામીન અરજી દાખલ કરેલ જેમાં તપાસ અધિકારીશ્રી દ્વારા કરેલ સોગંદનામુ તેમજ આરોપી વિરૂધ્ધના દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ તથા સરકારી વકીલ શ્રી એમ.પી.સભાણીની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપીની આગોતરા જામીન અરજી નામદાર સેસન્સ કોર્ટે સુરેન્દ્રનગર નાઓએ નામંજુર કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.