હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા : આઈસીયુમાં સારવાર હેઠળ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીની તબિયત બગડી જતા સારવાર માટે હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા તેમના પત્ની રશ્મિ ઠાકરે તેમને મળવા માટે હિંદુજા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મનોહર જોશીને સોમવારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહેવાલ પ્રમાણે બેચેનીની ફરિયાદ કર્યાં બાદ શિવસેનાના નેતા સોમવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલ પ્રમાણે તેમની ગંભીર સ્થિતિ છે અને અત્યારે ICUમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મનોહર જોશી વર્ષ 1995-99માં રાજ્યના પ્રથમ શિવસેના-ભારતીય જનતા પાર્ટી સરકાર સમયે મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ તેઓ અટલ બિહારી વાજપેયી સરકારના કાર્યકાળ દરમિયાન લોકસભા અધ્યક્ષ (2002-2004)ના સ્વરૂપમાં કાર્ય કર્યું હતું. કોંગ્રેસના શિવરાજ પાટિલ (1991-1996) બાદ આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર તેઓ રાજ્યના બીજા વ્યક્તિ હતા.