સોજીત્રાનગરના જમીન પ્રકરણ સુલટાવવા દારૂના ખોટા કેસ, પોલીસ ભરતીના પેપર લિક અને પોલીસ કમિશનર સાથે જાહેરમાં જીભાજોડી કરી બેહુદુ વર્તન સાથે સંજીવ ભટ્ટનો રાજકોટ ડીસીપીનો કાર્યકાળ વિવાદીત રહ્યો
ભાજપ અને કોંગ્રેસના શાસનમાં કેબીનેટમાં સ્થાન મેળનાર સહકાર ક્ષેત્રના આગેવાન સામે ખોટા કેસથી પી.એસ.આઇ. પ્રવિણસિંહ ઝાલાએ વિવાદ સજર્યો’તો
જામજોધપરના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને પી.એસ.આઇ. પ્રવિણસિંહ ઝાલાને જામનગર અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. બંને પોલીસ અધિકારીઓએ રાજકોટમાં બજાવેલી ફરજ દરમિયાન પણ અનેક વિવાદ સજર્યા હોવાનું સામે આવ્યું હતું.
સંજીવ ભટ્ટની રાજકોટના ડીસીપી તરીકે નિમણુંક થયા બાદ સોજીત્રાનગર જમીન પ્રકરણ, પોલીસ કોન્સ્ટેબલની ભરતીના પેપર લિક અને પોલીસ કમિશનર સાથે જાહેરમાં જીભા જોડી કરી બેહુદુ વર્તન કરવાની ઘટના શહેર પોલીસ માટે શરમજનક બની હતી.
સોજીત્રાનગરની જમીનનો પ્લોટ ખાલી કરાવવા ક્રિકેટ રમતા પીએસઆઇ દ્વારા દાનો ખોટો કેસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ કમિશનરના ધ્યાને આવતા પી.એસ.આઇ. સામે શ થયેલી ઇન્કવાયરીથી બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતુ. પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર વચ્ચે શ થયેલા વાદ વિવાદના કારણે પોલીસ સ્ટાફ કફોડી સ્થિતીમાં મુકાયો હતો. તે દરમિયાન રાજકોટમાં પોલીસની ભરતીનો કાયક્રમ હોવાથી ગ્રાઉન્ડ પાસ થયેલા કોન્સ્ટેબલની પસંદગી કરવા વિવાદ થયો હોવાતી ડીસીપી સંજીવ ભટ્ટે પોલીસ ભરતીનું પેપર લિક થયું હોવાનું જાહેર કરી પોલીસ કમિશનર દ્વારા તૈયાર કરાયેલું પેપર રદ કરાવી હેડ કવાર્ટર ફરી પેપર તૈયાર કરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશનર અને ડીસીપી વચ્ચે ચાલતા વિવાદ દરમિયાન દાનો કેસ કરનાર ફોજદાર સામે ગુનો નોંધવાના આદેશ થતા ડીસીપી સંજીવ ભટ્ટ પોતાના માનીતા ફોજદારને બચાવવા ખુદ પ્ર.નગર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ગુનો નોંધવાની કાર્યવાહી અટકાવી દીધી હતી.
ડીસીપી સંજીવ ભટ્ટે ફોજદાર સામે કાર્યવાહી અટકાવ્યાની પોલીસ કમિશનરને જાણ થતા તેઓ પણ પ્ર.નગર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બંને પોલીસના ઉચ્ચ અધિકારીઓ આમને સામને આવી ગયા હતા ગ્ર જીભા જોડી થતા તે સમયના પ્ર.નગર પી.આઇ. નાગરને બંને પોલીસ અધિકારીઓની હાજરીમાં એટેક આવી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવા પડયા હતા.
રાજકોટના ડીસીપી તરીકેના સંજીવ ભટ્ટના કાર્યકાળ દરમિયાન તેઓના બંગલે ૪૦ જેટલા ઓર્ડલી રાખવામાં આવ્યા હતા અને વિવિધ જાતના ફુલછોડના કુંડા સાથે ડીસીપી બંગલે બગીચો બનાવવામાં આવ્યો હતો તેનું ધ્યાન રાખવા કેટલાક પોલીસ કોન્સ્ટેબલો વ્યસ્ત રહેતા એટલું જ નહી તેઓની રાજકોટથી બદલી થઇ ત્યારે એક ટ્રક ભરાય એટલા ફુલ છોડના કુંડા સાથે લઇ જવામાં આવ્યા હતા.
સંજીવ ભટ્ટ અમદાવાદ સાબરમતી જેલમાં હતા ત્યારે જેલમાં રહેલા કેદીઓનું યુનિયન બનાવ્યું હતું અને જેલમાં ભુખ હડતાલ કરાવી હતી. પાલનપુર ખાતે ફરજ દરમિયાન નાકોર્ટીકનો ખોટા કેસ અને ગોધરાકાંડ દરમિયાન સુરક્ષા કર્મચારીને લાફો મારવા સહિતની અનેક ઘટનાથી સંજીવ ભટ્ટ સતત વિવાદમાં રહેતા હતા.
જ્યારે તેઓની સાથે સજા પામેલા પૂર્વ પી.એસ.આઇ. પ્રવિણસિંહ ઝાલાએ પણ રાજકોટ શહેર અને જિલ્લામાં ફરજ બજાવી હતી. તેઓએ ભાજપ અને કોંગ્રેસના સમયમાં કેબીનેટ મંત્રી તરીકે પસંદગી પામેલા સહકાર આગેવાન સામે ખોટો કેસ કરી વિવાદ સજર્યો હતો.