1992 બેચના પૂર્વ આઇપીએસ રાહુલ શર્માએ ફેબ્રુઆરી 2015માં રાજીનામુ આપી વકીલાત શરુ કરી હતી.રાહુલ શર્માએ પોતાના જ ફેસબુક પેજ પર લખ્યું છે કે તેમના રાજકીય પક્ષનું નામ સ્માર્ટ પાર્ટી હશે. આ વર્ષે યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ તેઓ લડશે.સ્માર્ટ પાર્ટીની રચના માટે ઔપચારિકતાઓ 24 જૂને પૂર્ણ થવાની શક્યતા છે.

રાહુલ શર્મા ગોધરા કાંડ બાદ તપાસ માટે રચવામાં આવેલા નાણાવટી કમિશન સામે હાજર થયા હતાં અને તોફાનો દરમિયાન મોટા નેતાઓ વચ્ચે થયેલી વાતચીતની સીડી કમિશનને સોંપી હતી.  વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા કોમી તોફાનો દરમિયાન રાહુલ શર્મા ભાવનગરના એસપી હતાં. તેમણે તોફાનો દરમિયાન એક મદરેસામાંથી લગભગ 400 બાળકોને બચાવ્યા હતાં. ત્યાર બાદ રાહુલ શર્માની અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી હતી.અને હવે તેઓ  ગુજરાતમાં નવો પક્ષ રચીને ગુજરાતમાં ચુંટણી લડવા જઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.