વર્ષ 2013માં મહારાષ્ટ્ર ખાતે 22.50 કરોડ રૂપિયાનું સાગરદાણ મોકલવાના કૌભાંડ કેસનો ચુકાદો જાહેર : 15 આરોપીઓ દોષિત
સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો જાહેર થયો છે. ત્યારે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એટલું જ નહીં આ કેસમાં 15 આરોપીઓને 7 વર્ષની જેલની સજા થઈ છે. વર્ષ 2013માં મહારાષ્ટ્ર ખાતે 22.50 કરોડ રૂપિયાનું સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. ત્યારપછી 2014માં વિપુલ ચૌધરી સહિત જેટલા પણ આરોપી હતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે આ સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ ફાઈલ થઈ હતી.
વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવાના કેસમાં વિપુલ ચૌધરીને 7 વર્ષની જેલની સજા થઈ છે. તેવામાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાને પણ ગત વર્ષે આ કેસમાં સાક્ષી તરીકે હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે વિપુલ ચૌધરી સિવાય પણ ઘણા મોટાનામ આમા સામેલ છે.
વિપુલ ચૌધરી સામે આરોપ હતો કે તેમણે એનડીડીબીના ચેરમેન બનવા માટે દાણ આપ્યો હતો. એટલું જ નહીં તેમના પર એ પણ આરોપ હતો કે 17 જેટલી બોગસ કંપનીઓ બનાવીને તેમણે લગભગ રૂપિયા 800 કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. હવે ત્યારપછી તેમણે પ્રોત્સાહન બોનસ આપીને 80 ટકા રકમ પરત મેળવી હતી અને આને જ્વેલરીમાં નિવેશ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં એકપણ મૂલ્ય વિના સાગરદાણ મોકલ્યાનો આરોપ લગાવ્યો હતો.
આ કેસમાં આરોપી વિપુલ ચૌધરી, પૂર્વ વાઈસ ચેરમેન જલાબેન, પૂર્વ એમડી નિશિથ બક્ષી, પૂર્વ એકાઉન્ટ હેડ રશ્મિકાંત મોદી, પૂર્વ એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પ્રથમેશ પટેલ, ચંદ્રિકાબેન, જોઈતા ચૌધરી, રબારી ઝેબરબેન, કરશન રબારી, જયંતી ગિરધરભાઈ પટેલ, વિરેન્દ્ર સિંહ ઠાકોર, જેઠાજી ઠાકોર, ઈશ્વર પટેલ, ભગવાન ચૌધરી, દિનેશ દલજીભાઈ ચૌધરીને સજા ફટકારવામાં આવી છે.