ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫મી વિધાનસભાના પાંચમાં સત્રના પ્રથમ દિવસે શોકદર્શક ઉલ્લેખો દ્વારા પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલાજી બેનીવાલ અને પૂર્વ દિવંગત સભ્યઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી હતી.
15મી ગુજરાત વિધાનસભાનું પાંચમું સત્ર બુધવાર 21 ઓગસ્ટથી ત્રણ દિવસ માટે શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે રજૂ થયેલા શોકદર્શક ઉલ્લેખોમાં ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલજી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી બિપીનભાઈ શાહ તેમજ પૂર્વ સભ્યો સ્વ. શિવભદ્રસિંહ ગોહિલ, સ્વ. રત્નાભાઈ ઠુંમર, સ્વ. રામસિંહજી સોલંકી, સ્વ. નંદકિશોર દવે, સ્વ. ખુરશીદહૈદર પીરઝાદા, સ્વ. સામતભાઈ રાઠોડ અને સ્વ. કરશનભાઈ ઓડેદરાને શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ રાજ્યપાલ સ્વ. ડૉ. કમલા બેનીવાલે રાજ્યપાલ તરીકે રાજ્યના વિકાસમાં આપેલા યોગદાન અને માર્ગદર્શનની સરાહના કરી હતી.
તેમણે સૌ દિવંગત પૂર્વ ધારાસભ્યઓની જાગતિક જન પ્રતિનિધિ તરીકેની સેવાઓને બિરદાવીને સૌ દિવંગત આત્માઓની પરમ શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીઓ તથા સત્તાપક્ષ અને પ્રતિપક્ષના ધારાસભ્યઓએ પણ આ શોકદર્શક ઉલ્લેખોમાં જોડાઈને સૌ દિવંગત પૂર્વ સભ્યોને ભાવાંજલિ આપી હતી.
સભાગૃહે આ સૌ પૂર્વ સ્વર્ગસ્થ સભ્યઓના અવસાન અંગે બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.