દેશના પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમ આજે રાજકોટના એક ખાનગી કાર્યક્રમમાં આવ્યા છે. તેઓ રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યારે મીડિયા સાથે અંગ્રેજીમાં વાતચીત કરી ત્યારે અચાનક જ ગુજરાતીમાં બોલ્યા હતા કે, ‘વિકાસ ગાંડો થયો છે.’
આ સાથે સાથે ચિદમ્બરમે આગળ જણાવ્યું હતું કે, જીએસટી સારો વિચાર છે પણ કાયદાકીય રીતે ખરાબ છે. જીએસટીનો સામાન્ય દર હોવો જોઇએ. 28 ટકા જીએસટી ન હોવો જોઇએ.