ભાજપ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીના હાલચાલ જાણવા એઈમ્સ પહોંચ્યા હતા. શ્વાસ લેવાની તકલીફ થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં એડમિટ છે.

છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેટલીની એઈમ્સમાં જઈને તબિયત પુછી હતી.

સમાચાર પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલ પહોંચી શકે છે. અત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહ એઇમ્સ પહોંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.