છેલ્લા ૧૧ દિવસથી અરૂણ જેટલી એઈમ્સમાં લઈ રહ્યા છે સારવા

૨૦૧૪માં મોદી સરકાર બન્યા બાદ અરૂણ જેટલીને નાણા અને રક્ષામંત્રાલયનો ભાર સોંપવામાં આવ્યો હતો પરંતુ અરૂણ જેટલી બિમાર હોવાથી તેઓએ તેમની પાસે રહેલા નાણામંત્રાલયનો ચાર્જ પિયુષ ગોયલને સોંપ્યો હતો પરંતુ બિમારી હોવાથી તેઓ સારવાર અર્થે ન્યુયોર્ક પણ ગયા હતા. હાલ તેમની હાલત ખુબ જ નાજુક હોવાની માનવામાં આવી રહી છે ત્યારે દેશનાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન તેઓને એઈમ્સ ખાતે મળવા આવ્યા હતા. છેલ્લા ૧૧ દિવસથી અરૂણ જેટલી એઈમ્સ ખાતે સારવાર લઈ રહ્યા છે અને તેઓનું ડાયાલિસીસ પણ કરવામાં આવશે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની અને રામ વિલાસ પાસવાન અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતા પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના સ્વાસ્થ્યની જાણકારી લેવા માટે રવિવારે એઈમ્સ પહોંચ્યા હતાં. એઈમ્સમાં ૬૬ વર્ષના જેટલીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. એઈમ્સના સૂત્રોના જણાવ્યાનુસાર તેમની હાલત નાજુક છે. શ્વાસ લેવામાં પરેશાની થવી અને બેચેની મહેસૂસ થયા પછી તેમને ૯ ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં. જોકે, એઈમ્સે તેમના સ્વાસ્થ્ય અંગે ૧૦ ઓગસ્ટના રોજ કોઈ મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી.

જેટલીના સ્વાસ્થ્ય વિશે જાણવા માટે તાજેતરમાં જ અનેક મોટા નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર ડોક્ટર્સની એક ટીમ તેમની દેખરેખ કરી રહી છે. તેમના સ્વાસ્થ્યની જાણકારી લેવા માટે રવિવારે હોસ્પિટલમાં આવનાર મુલાકાતીઓમાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રા, આરએસએસ સહ સરકાર્યવાહક ડો.કૃષ્ણ ગોપાલ અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહનો પણ સમાવેશ થાય છે. શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, બીએસપી પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી, કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપરાંત એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ પણ શનિવારે એઈમ્સ માર્શલ બી.એસ.ધનોઆ શનિવારે એઈમ્સ ગયા હતાં.

આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જેટલીના સ્વાસ્થ્ય વિશે જાણવા શુક્રવારે એઈમ્સ પહોંચ્યા હતાં. વ્યવસાયે વકીલ જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા કાર્યકાળ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ખરાબ સ્વાસ્થ્યના કારણે જેટલીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડી નહોતી. ગત વર્ષે ૧૪ મેના રોજ એઈમ્સમાં તેમની કિડનીનું પ્રત્યારોપણ થયું હતું. તત્કાલીન સમયના રેલ મંત્રી પિયૂષ ગોયલને તેમના ફાઈનાન્સ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી હતી. ગત વર્ષે એપ્રિલની શરુઆતથી જ તેઓ કાર્યાલય નહોતા આવતાં અને ૨૩ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ નાણામંત્રી ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં આવ્યાં હતાં. લાંબા સમય સુધી ડાયાબિટિસ ગ્રસ્ત રહ્યા પછી વજન વધવાના કારણે સપ્ટેમ્બર ૨૦૧૪માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.