ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ છે. તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવેલા છે, જ્યાં તબીબો તેમના આરોગ્ય પર સતત નજર રાખી રહ્યા છે. મોડી રાત્રે તેમની તબિયત ફરીથી લથડતાં ભાજપના નેતાઓ AIIMS દોડી આવ્યા છે.
અરૂણ જેટલીની તબિયત જાણવા માટે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પહોંચી ચૂક્યા છે. સવારે રાષ્ટ્રપતિ રામનાથ સિંહ પણ જેટલીની તબિયત અંગે માહિતી મેળવી હતી. મોડી સાંજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જેટલીના ખબર-અંતર પુછવા માટે આવ્યા હતા.નવ ઑગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન પણ તેમના જોવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા. ગત વર્ષે મે મહિનામાં ઍઇમ્સ ખાતે જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.એ વખતે ડાયાબિટિનસે કારણે ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાં વિલંબ થયો હતો. સર્જરીના એક મહિના પહેલાંથી જ જેટલી ઘરે રહીને નાણામંત્રાલયનું કામકાજ સંભાળ્યું હતું. અરુણ જેટલીના કિડનીદાતાની ઓળખ ગુપ્ત રાખવામાં આવી હતી.