છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પિડાતા હતા
પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અજિત વાડેકરનું મુંબઈની જસલોક હોસ્પિટલમાં નિધન થયું છે. ૭૭ વર્ષિય વાડેકર ઘણા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા ડાબોડી બેટસમેન વાડેકરની કેપ્ટનશીપમાં ભારતે ઈગ્લેન્ડ અને વેસ્ટઈન્ડીઝમાં પહેલીવાર ટેસ્ટમેચ અને સીરીઝ જીત્યા હતા.
વાડેકરે મહંમદ અઝદીનની કેપ્ટનશીપ દરમિયાન ભારતીય ટીમના મેનેજરની પણ જવાબદારી નિભાવી હતી ત્યારબાદ તેઓ ટીમ સિલેકશનમાં પણ રહ્યા ઉલ્લેખનીય છેકે વાડેકરના પરિવારમાં પત્ની રેખા બે પુત્રો અને એક પુત્રી છે.
આઠ વર્ષના આંતરરાષ્ટ્રીય કેરીયરમાં ડાબોડી બેટસમેન વાડેકરે કુલ ૩૭ ટેસ્ટમેચ રમ્યા ૧૯૭૧થી ૧૯૭૪ દરમિયાન તેમણે ૧૬ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રહ્યા જેમાં ચાર મેચ જીત્યા ચાર મેચ હાર્યા અને આઠ મેચ ડ્રો થઈ તેઓ બે વનડે મેચ પણ રમ્યા અને ભારતીય ટીમની કમાન સંભાળી.
વાડેકરે ૪૬ ટેસ્ટ મેચ વનડેમાં એક અને પ્રથમ શ્રેણી કરીયરમાં કુલ ૨૭૧ કેચ લીધા ટેસ્ટ કરીયરમાં તેમણે એકમાત્ર શતક ન્યુઝીલેન્ડ સામે ૧૯૬૮માં વેલીંગ્ટનમાં લગાવ્યો હતો. આ ટેસ્ટ મેચમાં તેમણે ૧૪૭ રન ફટકાર્યા હતા. ભારતે આ ટેસ્ટ આઠ વિકેટથી જીતી લીધી મહત્વનું છે કે વાડેકર ચાર વાર નર્વસ નાઈટીઝના શિકાર પણ બની ચૂકયા છે.
રણજી ટ્રોફીમાં ૧૭ વર્ષેમાં કરીયરમાં તેમણે ૭૩મેચમાં કુલ ૪૨૮૮ રન બનાવ્યા હતા તેમણે ૧૯૬૬-૬૭માં મૈસુર સામે રણજી ટ્રોફી મેચમાં ૩૨૩ રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર કર્યો તેઓ ૧૮ દિલીપ ટ્રોફી મેચ રમ્યા અને છ મેચમાં તેઓ પશ્ચીમ ક્ષેત્રનાં કેપ્ટન રહ્યા.
અજિત વાડેકર ૩૧.૦૭ની એવરેજથી ૩૭ ટેસ્ટ મેચ રમ્યા જેમાં ૨૧૧૩ રન બનાવ્યા તેમના નિધનને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટવીટ કરી શોક જતાવ્યો છે.વાડેકરને ૧૯૬૭માં અર્જુન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા જયારે ૧૯૭૨માં પદ્મશ્રીથી સન્માનીત કરવામાં આવ્યા હતા. વાડેકરની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટન તરીકે થાય છે.