કોંગ્રેસનો સાથ છોડી વિધિવત રીતે ભાજપમાં જોડાયા ગયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા વિધાનસભા બેઠકના પૂવૃ કોંગી ધારાસભ્ય  મેરામણભાઇ ગોરિયાએ આજે કોંગ્રેસનો સાથ છોડી વિધીવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મેરામણભાઇ ગોરિયા કોંગ્રેસના પ્રતિક પરથી ખંભાળીયા વિધાનસભા બેઠક પરથી વિજેતા બન્યા હતા. દરયિમાન 2017માં તેઓની બેઠક બદલી નાંખવામાં આવી હતી અને કોંગ્રેસે તેઓને ખંભાળીયાના બદલે દ્વારકા બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડાવ્યા હતા. જયાં તેઓનો ભાજપના ઉમેદવાર પબુભા માણેક સામે પરાજય થયો હતો આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી ચુંટણી લડી રહ્યા છે.

આ ઉપરાંત કોંગ્રેસ માંથી વર્તમાન ધારાસભ્ય વિક્રમભાઇ માડમ મેદાનમાં છે. જયારે ભાજપે પૂર્વ મંત્રી મુળુભાઇ બેરાને ટિકીટ આપી છે આ બેઠકની ગણના હાલ સૌરાષ્ટ્રના હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક છે. અહીં રોમાંચક ચુંટણી જંગ જામે તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે કોંગ્રેસને આજે મોટો ફટકો પડયો છે. પૂર્વ ધારાસભ્ય મેરામણભાઇ ગોરિયાએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.