અમેરિકા ખાતે યોજાનાર લગ્નને ભારતમાં બેઠા-બેઠા સહપરિવાર નિહાળવા માંગ્યા હતા જામીન
ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં રહેલા સસ્પેન્ડેડ આઈએએસ પ્રદિપ શર્માના જામીન મંજૂર ન તા તેઓ તેમના પુત્રના લગ્ન વિડિયો કોલી પણ નિહાળી શકયા ની.
ગયા અઠવાડિયે પ્રદિપ શર્માના વકીલ એચ.બી.ચંપાવત દ્વારા તા.૨૫ થી ૩૧ માર્ચ માટે જામીન માંગવામાં આવ્યા હતા. પ્રદિપ શર્માના પુત્ર પ્રશાંતના લગ્ન તા.૩૦ માર્ચે અમેરિકામાં હતા. જે સબબ ભારતમાં પરિવારના સભ્યો સો વિડિયો કોલના માધ્યમી લગ્નમાં હાજરી આપવા જામીનની માંગણી ઈ હતી. અલબત અદાલતે જામીનની અરજીને નામંજૂર કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, પ્રદિપ શર્મા સામે મની લોન્ડ્રીંગ ભ્રષ્ટાચાર સહિતના ગુના પોલીસમાં નોંધાયા છે. તેમની સામે છેલ્લા આઠ વર્ષમાં કુલ ૧૦ ફરિયાદો ઈ છે. તાજેતરમાં જ તેઓને જામીન મળ્યા હતા. પરંતુ જેલની બહાર નીકળતા જ એસીબીએ તેમની તત્કાલ ધરપકડ કરી હતી. પ્રદિપ શર્મા વર્ષ ૨૦૦૭-૦૮ દરમિયાન આલકોક એસડાઉન કંપનીના મેનેજીંગ ડિરેકટર હતા.
આ મામલે રૂ.૨૫ લાખની લાંચ લઈ સત્તાનો દૂરઉપયોગ કરી મુંબઈના નેવલ એન્જીનીયર સહાય રાજ સાવરી મુને માતબર રકમનો લાભ અપાયો હોવાનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં તુરંત ધરપકડ કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,