કથિત હથિયાર લાયસન્સ સહિતના કૌભાંડનો વહીવટદાર રફીક મેમણની ધરપકડ કરાઈ
ગુજરાતના આઈએએસ અધિકારી કે. રાજેશ વિરુદ્ધ સીબીઆઈએ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ મોડી રાતથી કે.રાજેશના નિવાસ સ્થાને કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસ સ્થાને પણ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ આઈએએસ કે.રાજેશ સામે દિલ્લીમાં ફરિયાદ નોંધી છે. આઈએએસ સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સાથે જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો પણ આરોપ છે. ઉલ્લેખનીય છે કે, આઈએએસ અધિકારી કે. રાજેશ સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી વિવાદમાં પણ ફસાયા છે.દરોડા દરમિયાન મોટા પાયે ગેરકાયદેસર વ્યવહાર મળ્યા છે તેવી માહિતી ખાસ સૂત્રો દ્વારા મળી રહી છે.આઈએએસ અધિકારી કે.રાજેશને ત્યાં દરોડા મુદ્દે સીબીઆઈને મોટી કડી હાથ લાગી છે. કે.રાજેશના અંગત વ્યકિત રફીક મેમણની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલ ઈસમ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ હતો. કે.રાજેશનો વિશ્વાસુ વ્યકિતની ઝડપાતા મોટા પાયે ખોટા વ્યવહારોની બહાર આવી શકે તેવુ લાગી રહ્યું છે.
કે.રાજેશ 2011 બેંચના આઈએએસ અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.ગુરૂવારે મોડી રાતથી ચાલુ થયેલ દરોડાની કાર્યવાહી બાદ અંતે આજે બપોરે આઈએએસના નજીકના મોહમ્મદ રફીક મેમણ ની ધરપકડ કર્યા બાદ નક્કર પુરાવાના આધારે અંતે 2011 ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કે રાજેશની ધરપકડ કરી છે.
રાજેશ સામે શુક્રવારે મોડી સાંજે સીબીઆઇએ ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર સહિત કથિત કૌભાંડ મામલે ગઈકાલે ગાંધીનગર અને સુરતમા સીબીઆઈની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજેશ સામે જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સને લઈ ફરિયાદ નોધાઈ છે અને તે અંતર્ગત રાજેશ અને રાજેશના મધ્યસ્થી રફિક મેમણ નામના વ્યક્તિની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ છે. ભ્રષ્ટાચાર સહિત કથિત કૌભાંડ મામલે ગઈકાલે ગાંધીનગર અને સુરતમા સીબીઆઈની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
રાજેશ સામે જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સને લઈ ફરિયાદ નોધાઈ છે અને તે અંતર્ગત રાજેશ અને રાજેશના મધ્યસ્થી રફિક મેમણ નામના વ્યક્તિની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ છે.
IAS કે.રાજેશ કેન્દ્રીય એજન્સીની રડાર પર કેમ?
કે.રાજેશ સુરતમાં ડીડીઓ હતા ત્યારે પણ સતત વિવાદમાં હતા. કે.રાજેશની સામે જે તે સમયે સત્તાના દુરુપયોગની ફરિયાદ થઈ હતી. કે.રાજેશે નિયમોની ઉપરવટ જઇને જિલ્લા પંચાયતમાં ખરીદ સમિતિ બનાવી હતી. કે.રાજેશે રોગી કલ્યાણ સમિતિની ગ્રાંટ સોલાર રૂફટોપમાં વાપરી હતી. સુડાની હદમાં આવતી અનેક જમીનોના પ્રકરણમાં કે.રાજેશનું નામ સામે આવ્યું હતુ કે.રાજેશ ડીડીઓ હતા ત્યારે તેમની વિરુદ્ધ જે તે મુખ્યમંત્રીને ફરિયાદ થઈ હતી. જે તે સમયે કે.રાજેશ વિરુદ્ધની ફરિયાદોની તકેદારી આયોગ,વિકાસ કમિશનરે પણ તપાસ કરી હતી. આઈએએસ પર સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન જમીન સોદામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. હથિયારના લાયસન્સ આપવામાં નાણાની વસૂલાતના આરોપનો છે. ત્યારે વચેટીયાઓ મારફત જંગી પ્રમાણમાં લાંચ મેળવી હોવાની ચર્ચા છે.
ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગરના નિવાસસ્થાને દરોડા
સીબીઆઈ એ આઈએએસ કે.રાજેશ સામે ભ્રષ્ટાચારનો કેસ કરીદિલ્હીમાં ફરિયાદ નોંધી છે. ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતથી સીબીઆઈની કાર્યવાહી ચાલુ છે. આઈએએસ સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે સાથે જ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ થઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેના વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યા છે હાલમાં ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને સીબીઆઈની કાર્યવાહી થઈ રહી છે.