પૂર્વ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેને ગઈકાલે હાર્વે કલબ ખાતે ભવ્યાતિ ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર, મ્યુનિ.કમિશનર, જિલ્લા પોલીસવડા, અધિક જિલ્લા કલેકટર, ઈન્કમટેકસના અધિકારીઓ તેમજ મહેસુલ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલ સાંજે અર્ત્રેની હાર્વે કલબમાં પૂર્વ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેને અચાનક જ વિદાયમાન આપવા સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસવડા, શહેર પોલીસ કમિશનર, પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિ.કમિશનર, ડેપ્યુટી મ્યુનિ.કમિશનર, તમામ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.
આ તકે અધિક જિલ્લા કલેકટર હર્ષદ વોરાએ પ્રાસંગીક પ્રવચનમાં જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેની કાર્ય સિધ્ધીઓ વર્ણવી મોમેન્ટો આપી વિદાયમાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસુલ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને ભોજન સમારંભ બાદ સૌ કોઈએ મીઠી યાદોને વાગોળી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,