ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ હતો. વિજયભાઈ રૂપાણીના જન્મદિન દિવસ નિમિત્તે ધર્મગુરુઓ, કેન્દ્ર-રાજ્ય સરકારના નેતાઓ, મંત્રીમંડળનાં સભ્યો, વિવિધ સમાજનાં અગ્રણીઓ, અલગઅલગ સમાજસેવી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, સામાજિક કાર્યક્રરો સહિત અનેક પદાધિકારીઓ અને નાગરિકોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ 2 ઓગષ્ટના વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સેવાદિન તરીકે ઉજવવા આવ્યો
હતો. જેમાં સમાજના દરેક વર્ગ માટે સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન રાજકોટની વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં, દ્દ સ્વામિનારાયણ મંદિર ખાતે દિરધાયું માટે 3000 લોકોએ જીજ્ઞેશદાદાની હાજરીમાં કરી મહાપૂજા : સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ ખાતેના મંદિર દ્વારા વિજયભાઈ રૂપાણીના દીર્ધાયું માટે મહાપુજાનું આયોજન કર્યું હતું. જેમાં 3000 લોકો દ્વારા મહાપૂજા કરવામાં આવેલ હતી.
રાજકોટમાં ગરીબ પરિવારોના બાળકો માટે શિક્ષણ ઉપરાંત આરોગ્યક્ષેત્રે કામ કરતી જાણીતી સેવાભાવી સંસ્થા એટલે પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ. છેલ્લા અઢી દસકથી કાર્યરત પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટના ભવન ખાતે સાંજે 4 થી 6, આર. કે. જૈન ફાઉન્ડેશનના સહયોગથી વાંચવાના (બેતાલા) ચશ્માનું વિતરણ કરાયુ હતુ.
આ ઉપરાંત સ્ત્રીઓમાં થતા સ્તન કેન્સરના ગંભીર રોગ અંગે જાગૃતતા આવે અને યોગ્ય સમયે તેનું પરિક્ષણ થઈ શરૂઆતથી સારવાર જ થઈ શકે તે માટે શહેરના વોર્ડ નં.1 ભાજપ કાર્યકર્તા, અને મહિલા મોરચા દ્વારા શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, ગાંધીગ્રામ ખાતે, 150 ફૂટ રીંગરોડ ખાતે 40 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓ માટે મેમોગ્રાફી તથા સોનોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
સેવા યજ્ઞના ભાગરૂપે વોર્ડ નં.1 ભાજપ દ્વારા સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં આશરે 150 જેટલા વૃદ્ધોને ભાવતું ભોજન પીરસવામાં આવેલ હતુ.
પંચનાથ મહાદેવ મંદિર ખાતે વોર્ડ નં.7 માં કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, નહલભાઈ શુક્લ, રમેશભાઈ દોમડિયા તથા અન્ય કાર્યકર્તાઓ દ્વારા માં બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 175 -200 બ્રાહ્મણોએ બ્રહ્મ ભોજન કરાવવામાં આવેલ.
એચ.એન.શુક્લા ગ્રુપ ઓફ કોલેજ તથા ઇન્ડીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અયુર્વેદા દ્વારા હોમિયોપેથી તથા આયુર્વેદિક મેડિકલ કેમ્પ દ્વારા આરોગ્ય નિદાન કેમ્પ તથા થેલેસમિયા કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં લગભગ 380 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
મીરામબીક કોલેજમાં ડાયાબિટિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 150 જેટલા દર્દીઓએ ભાગ લીધેલ હતો.
ગોલોબલ આયુર્વેદિક કોલેજ દ્વારા આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જન આરોગ્યના સુખાકારી માટે મેડિકલ તથા આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોમાં મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું.
પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નં.10 ભાજપ કાર્યકર્તાના સહયોગથી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, માનોદિવ્યાંગ બાળકો અને પુરુષોનું ગૃહ, માનોદિવ્યાંગ બહેનોનું ગૃહ માટે બાલભવન ખાતે આનંદ-કિલ્લોલ સાથે તમામ રાઈડસનું મનોરંજન, ડી.જે.ના તાલ પર ડાન્સ અને ત્યારબાદ તેમને ભાવતું ભોજન કરાવવામાં આવ્યું હતું.
વોર્ડ નં.2 ભાજપ દ્વારા સવારના 10 કલાકે નગર પ્રાથમિક શાળા નં.56 ગીત ગુર્જરી વોર્ડ ઓફિસની બાજુમાં બાળકોને સ્ટેશનરી કીટણુ વિતરણ કરાયું હતું. તેમજ છોટુનગર મેઇન રોડ પર મફતીયપરમાં આંગણવાડીમાં સવારનાં 10.30 કલાકે બાળકોના આધાર કાર્ડ કાઢવાનો કેમ્પ ગોઠવેલ હતો.
વોર્ડ નં.3 તથા વિજયભાઇ રૂપાણી ફેન ક્લબ દ્વારા પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા અમીનેશભાઈ રૂપાણીની હાજરીમાં વાલ્મીકિ સમાજમાં અનાજની કીટનું વિતરણ તોપખાનાના વાલ્મિકી વિસ્તાર કનકેશ્વર મહાદેવના મંદિર પાસે જામનગર રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ.
વોર્ડ નં.3 ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સ્પેસિયલ હોમ ફોર બોયઝ ખાતે બાળકોને જમાડવામાં આવેલ.આ કાર્યક્રમમાં ભાજપ શહેર મંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર તથા કિશોરભાઇ રાઠોડની વિશેષ ઉપસ્થિતિ રહેલ. આ કાર્યક્રમ માટે હેનુભાઈ પરમાર, હિતેશભાઈ રાવલ, ભૂપેન્દ્રભાઈ શાહ, જગદીશભાઇ ભોજાણી, કિરીટભાઇ વાઘેલા, કિરીટભાઇ દવે, અભયભાઈ નાઢા, કિરીટભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વોર્ડ નં.8ના ભાજપ કાર્યકરો દ્વારા પોતાના વિસ્તારમાં આવેલી તમામ આંગણવાડીઓના બાળકોને વિદ્યાકુંજ મેઇન રોડ પર, ગોલ્ડન સુપર માર્કેટની સામે આવેલ કાર્યાલય ખાતે બપોરે ભાવતા ભોજન પીરસવામાં આવેલ.
વોર્ડ નં.9 ભાજપ દ્વારા ચંદન પાર્ક સોસાયટી, રૈયા રોડ ખાતે ઈજ્ઞદશમ વેક્સિનના બુસ્ટર ડોઝનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આશરે 350 લોકોએ ભાગ લીધેલ. આશીષભાઈ ભટ્ટ, શૈલેશભાઈ જેઠવા, રાજેશભાઇ જોબનપુત્રા, દીપકભાઈ પટણી, રસિકભાઈ પરમાર વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી હતી.
રોટરી મીડટાઉન દ્વારા જાહેર જનતા માટે યોજેલ દંત રોગ ની સારવાર તથા બત્રીસી (ચોકઠા) બનાવી આપવાનો કેમ્પ સંપન્ન જેમાં શહેરના નામાંકિત ડેન્ટલ ડોકટરો એ સેવા આપેલ. આ કેમ્પમાં 90 જેટલા દર્દીઓએ લાભ લીધેલ હતો.
રાષ્ટ્ર સંત સમ્રાટ પરમ પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી રોટી અભિયાનના માધ્યમથી રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં લોકોને ભોજન કરાવવામાં આવેલ.
આ ઉપરાંત બોલબાલા ટ્રસ્ટના સહયોગથી શહેરના જુદા જુદા વિસ્તારમાં પણ ભોજન
કરાવવામાં આવેલ.
ભાજપ લિગલ સેલ દ્વારા સાંજે દીકરાનું ઘર ઢોલરા ખાતે જમણવાર કરાવવામાં આવેલ., ભાજપ યુવા મોરચા દ્વારા માનવ મંદિર ત્રંબા ખાતે મંદબુદ્ધિના બાળકોને સવારે પાક્કો નાસ્તો કરાવવામાં આવશે. રમણીકબા કુંવરબા વૃદ્ધાશ્રમ ખાતે બપોરે વૃદ્ધોને જમાડવામાં આવેલ., સોઢા નર્સિંગ સ્કૂલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવેલ., ગજાનન ધામ સમિતિ દ્વારા ભૂપેન્દ્ર રોડ, મોનાર્ક કોમ્પલેક્ષની બાજુમાં સવારે 9 થી બપોરે 2 સુધી બ્લડ
ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ., વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ પર સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ – રાજકોટ દ્વારાઈશ્વરીય
મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞ તથા મહા આરતીનું આયોજન કરવામાં આવેલ.