પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે. તેમણે કોલકાતામાં તેમના નિવાસસ્થાને 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

બંગાળના પૂર્વ CM ગુરુવારે સવારે 8.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેના કારણે તેમને જુલાઈમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી COPD (ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) અને વૃદ્ધાવસ્થા સંબંધિત અન્ય રોગોથી પીડિત હતા. તેમની કોલકાતા સ્થિત ઘરે સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્રી છે.Untitled 6 4

ભટ્ટાચાર્ય છેલ્લા કેટલાક સમયથી તબિયતના કારણે જાહેર જીવનથી દૂર હતા. તેમણે 2015માં CPI(M)ની પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટિમાંથી રાજીનામું આપ્યું અને 2018માં રાજ્ય સચિવાલયનું સભ્યપદ છોડી દીધું.

બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કોણ હતા

ભટ્ટાચાર્ય 2000 થી 2011 સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા. તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના પોલિટબ્યુરોના સભ્ય પણ હતા. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ 1 માર્ચ, 1944ના રોજ ઉત્તર કોલકાતામાં થયો હતો. બાદમાં તેઓ CPI(M)માં જોડાયા. તેમને ડેમોક્રેટિક યુથ ફેડરેશનના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા, જે સીપીઆઈની યુવા પાંખ છે, જે પાછળથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ભળી ગઈ.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.