ક્રિકેટ એસોસિએશનના ૪૩ કરોડના કૌભાંડની સઘન પુછપરછ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલાના નિવાસ સ્થાને એન્ફોર્સમેનટ ડાયરેકટરોરેટ ઇડીએ દરોડા પાડયા છે. જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ૪૩ કરોડના કૌભાંડને લઇને તેમની સઘન પુછપરછ થઇ રહી છે.
શ્રીનગર ખાતેની તેમની ઓફીસ ખાતે તપાસ બાદ તેમના નિવાસ ગુપકાર ખાતે ઇડીની ટીમ પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, ફારૂખ અબ્દુલ્લા હાલમાં જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસીએશનના અઘ્યક્ષ છે. રૂ. ૪૩ કરોડના કૌભાડનો તેમની પર આરોપ છે. આ બાબતને લઇ ફારૂખ અબ્દુલ્લાના નજીકના એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. આ અંગે ફારૂખ અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, એન્ફોર્સમેનટ ડાયરેકટોરેટની આ કાર્યવાહીનો અમે જવાબ આપીશું.