અમરેલી જીલ્લામાં બેનામી અસંખ્ય મિલ્કતોને ટાંચમાં લેવા એસ.પી. નિર્લિપ્તરાયની એ.સી.બી.ને ભલામણ

ત્રણ-ત્રણ હત્યાના ગુન્હામાં સંડોવાયેલા કાઠી શખ્સ અમદાવાદના કોન્ટ્રાકટરના ગુનામાં ગોંડલ જેલ હવાલે

અમદાવાદ નાં ચકચારી સહીત ત્રણ હત્યા નાં ગુન્હા માં સંડોવાયેલા કુખ્યાત ડોન રાજુ શેખવા સામે લાંચ રુશ્વત બ્યુરો એ અપ્રમાણિત મિલ્કત અંગે ફરીયાદ નોંધી કાયઁ વાહી હાથ ધરી છે.

હત્યા,ખંડણી,અપહરણ,હથિયાર,મારામારી જેવાં ગંભીર ગુન્હા માં પોલીસ ચોપડે ચડી ચુકેલાં રાજુ શેખવા હાલ ગોંડલ ની સબ જેલ માં છે.ત્યાંરે અમરેલી જીલ્લા પોલીસ વડા તથાં જુનાગઢ એસીબી દ્વારા સરકારી કમઁચારી એવાં રાજુ શેખવા ની ગેરકાયદેસર રીત રસમો થી કરોડો રુપિયા ની જમીનો,મિલ્કતો અને સાધનો પોતાનાં તેમજ પોતાનાં પરીવારજનો નાં નામે ખરીધ્યા હોવાની દસ્તાવેજી માહીતી અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ને એસીબી દ્વારા મળતાં તેમણે જુનાગઢ એસીબી ને સાથે રાખી બે મહીનામાં  કાયઁવાહી હાથ ધરી અંતે ફરીયાદ થવાં પામી હતી.જેમાં રાજુ શેખવા નાં ફરજ નાં હોદ્દા અને કાયદેસર ની આવક નાં સ્ત્રોત માં થી એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા નાં પ્રમાણ માં ત્રાણુ લાખ થી વધું રકમ મિલ્કતો માં રોકાણ કર્યા નું બહાર આવ્યું હતું.

અમરેલી જિલ્લા નાં લીલીયા માં મામલતદાર કચેરી માં કલાકઁ તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્ર ઉર્ફ રાજુ જીવકુભાઇ શેખવા એ સને ૨૦૦૫ થી ૨૦૧૨ દરમ્યાન સરકારી રાજ્ય સેવક ની ફરજ વેળા કરોડોની બેનામી સંપતિ એકઠી કરી

હતી.એસીબી ની તપાસ દરમ્યાન વિગતો બહાર આવતાં જુનાગઢ લાંચરૂશ્વત વિરોધી બ્યૂરો નાં મદદનીશ નિયામક બી.એલ.દેસાઇ એ તપાસ નાં અંતે ફરીયાદી બનતાં રાજુ શેખવા વિરુધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની કલમ હેઠળ અમરેલી એસીબી માં ગુન્હો દાખલ થતાં પીઆઇ.ડી.કે.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

કુખ્યાત રાજુ શેખવા નો ગુન્હાખોરી નો ઇતિહાસ પણ દિલચસ્પી ભર્યો છે.

સૌરાષ્ટ્ર માં મોટાં વેપારીઓ કે બિલ્ડરો ઉપર ખૌફ ધરાવતાં રાજુ શેખવા પર ખંડણી,અપહરણ સહીત હત્યાં નાં ગુન્હા નોંધાયા છે.જેમાં પહેલી હત્યાં રાજુ શેખવા એ વષઁ ૨૦૦૧ માં સાવરકુંડલા માં વોટરવર્કસ કમીટી નાં ચેરમેન જોરાવરસિંહ ચૌહાણ ની સરાજાહેર તલવાર નાં ઘા ઝીંકી હત્યા કરી હતી.બીજી હત્યા વષઁ ૨૦૧૩ માં અમરેલી માં ફુડ કોર્પોરેશન ઓફ ઇંડિયા નાં મેનેજર બાબુલાલ જાદવ ની કરી હતી.કાર માં ઘસી આવેલાં રાજુ શેખવા એ ફાયરીંગ કરી બાબુલાલ જાદવ નું ઢીમ ઢાળી દીધું હતું.રાજુ શેખવા એ ત્રીજી હત્યાં અમદાવાદ માં કરાવી હતી.ગુન્હાહીત ઇતિહાસ ધરાવતાં સુરેશ શાહ ની હત્યા શાપઁશુટરો દ્વારા કરાઇ હતી.૨૦૦૯ માં આ સુરેશ શાહ દ્વારા રાજુ શેખવા પર ફાયરીંગ કરાયા હતાં.છેલ્લા દશ વષઁ થી બન્ને વચ્ચે ધંધાકીય હરીફાઈ ચાલી રહી હતી.આખરે રાજુ શેખવા એ શાપઁશુટરો દ્વારા સુરેશ શાહ ની કત્લ કરાવી હતી.અગાઉ ની હત્યા માં પણ ઘંઘા ની અદાવત કારણભૂત હતી.

ઉંચાગજા નાં રાજકારણીઓ અને અધિકારીઓ સાથે ખાસ્સો ઘરોબો ધરાવતો ગુન્હાખોરી નો માસ્ટર માઇન્ડ રાજુ શેખવા હાલ સુરેશ શાહ હત્યાં કેસમાં જેલ નાં સળીયા પાછળ છે. ત્યારે હાલ ફરજ મોફુકી પર રહેલો મામલતદાર કચેરી નો કલાકઁ બે નંબરી સંપતિ અંગે ફરી પોલીસ ચોપડે ચડતાં સનસની મચી જવાં પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.