- મશીનરી ડીલર્સ એસોસીએશનના સ્નેહ મિલન, વડીલ વંદના, માર્ચ એન્ડીંગ ગેટ–ટુ–ગેધર ભોજન સમારંભ સાથે પંચ વિધિ કાર્યક્રમો યોજાયો
રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશન દ્વારા સ્નેહ મિલન, એસોસીએશનની ડીરેકટરીનું પુર્વ મુખ્ય મંત્રી હસ્તે વિમોચન, સભ્ય પરિવારના સભ્યોની વડીલ વંદના, માર્ચ એન્ડીંગ ગેટ–ટુ–ગેધર એસોસીએશનના સાડા સાત દાયકા નિ:વિઘ્ને પુર્ણ કર્યા બાદ પ્લેટીનમ જયુબેલી યર ની ઉજવણીના ભાગરૂપે સેવા કાર્ય વડીલ વંદના“નો કાર્યક્રમ, ભોજન સમારંભ સાથે પંચ વિધિ કાર્યક્રમનું ભવ્ય આયોજન સ્થળ હોટલ કેશવમ’ રેસ્ટોરન્ટ એન્ડ કાફે ના એ.સી. હોલમાં, કટારીયા ચોકડીથી કોસ્મો પ્લેક્ષ ટોકીઝ વચ્ચે એ જ લાઈનમાં, કાલાવડ રોડ ખાતે યોજાયોરાજકોટના મશીનરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો એકઠા થાય છે, એકબીજા સાથે સંબંધો કેળવે છે અને આનંદ માણે છે. ઉપરોકત પંચવિધિ કાર્યક્રમમાં ઉદઘાટક પદે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (ગુજરાત રાજય) મુખ્ય મહેમાન પદે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ રાજકોટના પ્રમુખ વી.પી. વૈષ્ણવભાઈ પુર્વ શહેર ભાજપ પ્રમુખ ‘મુકેશભાઈ દોશી, રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી પ્રસંગની ગરિમામાં વધારો કરશે. 1951 માં સ્થપાયેલ રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનને આજે 2025 માં સાડા સાત દાયકા નિર્વિઘ્ને પુર્ણ કર્યા બદલ તથા પ્લેટીનમ જયુબેલી પર ની ઉજવણીના ભાગરૂપે સેવા કાર્ય એસોસીએશનના સભ્ય પરિવાર નું વડીલ વંદના’ કાર્યક્રમનું આયોજન, રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનની છેલ્લી ડીરેકટરી 2007 માં બનેલ. ત્યારબાદ 18 વર્ષએ નવી ડીરેકટરી બની ગઈ છે.
પ્રમુખ જયંતિલાલ કે. ટીલવા (યોગેશ મશીનરી સ્ટોર્સ), ઉપપ્રમુખ મુકેશભાઈ આર. વડગામા (હરેશ એન્જી. કું.) માનદ મંત્રી અશ્વિનભાઈ સી.પટેલ (ગીતા એન્જી. કોર્પો.), જોઈન્ટ સેકેટરી જીતેન્દ્રભાઈ એન. મહેતા (મહેતા એન્જી. કકું.) ટ્રેઝરર પ્રકાશભાઈ એમ. કોરડીયા (વેસ્ટર્ન લુબ્રીકેન્ટસ), કારોબારી સભ્ય મનસુખભાઈ આર. ટીલવા (ગંગા એન્ટરપ્રાઈઝ), પિયુષભાઈ એમ. પટેલ (કુશલ કોર્પોરેશન), પ્રકાશભાઈ સી. અંબાણી ( જય ખોડીયાર એન્જી. કોર્પો.), રાકેશભાઈ બી. રૂપારેલ (રોયલ સ્ટીલ), વિપુલભાઈ વી. કણસાગરા (સાગર ટ્રેડર્સ), જીતેશભાઈ આર. પરસાણીયા (માધવ ટ્રેડીંગ કાં.), શરદભાઈ આર. સેજપાલ (સેજપાલ બ્રધર્સ), પંકજભાઈ સી. ઘેલાણી (પી.સી.જી. બેરીંગ એન્ડ મીલજીન સ્ટોર્સ), સમીરભાઈ વોરા (નવકાર ટુલ્સ સેન્ટર) સહિતના આ કાર્યમાં જોડાઈને સેવા આપેલ. પ્રચાર અને પ્રસાર સેવા અશ્વિનભાઈ પટેલ સહિતનાઓ જહેમત ઉઠાવી હતી
મશીન ડીલર્સ એસોસિએશન દ્વારા 15 વડીલોનું કરાયું બહુમાન: અશ્ર્વિન પટેલ
અબતક સાથેની વાતચીતમાં મશીન ડીલર્સ એસોસિએશનના મહામંત્રી અશ્વિન પટેલે જણાવ્યું હતું કે,રાજકોટ મશીન ડીલર્સ એસોસિએશન છેલ્લા 75 વર્ષથી કાર્યરત છે જેના ભાગરૂપે કાલાવડ રોડ પરના કેશવમ બેંક હોલ ખાતે પંચવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્નેહમિલન , વડીલ વંદના , એસોસિએશનની ડિરેક્ટરી વિમોચનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મશીન ડીલર્સ એસોસિએશનને 75 માં વર્ષ દરમિયાન વડીલ વંદનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 15 જેટલા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી , મુકેશ દોશી , મનસુખભાઈ પટેલ , વીપી વૈષ્ણવ સહિતના મહાનુભવો ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.