કોરાના કાળમાં રાજયના 6 કરોડ ગુજરાતીઓની જવાબદારી ભગવાને મને સોંપી હતી, સૌના સાથથી ગુજરાતે સુરક્ષિત રાખવાના પ્રયાસો કર્યા: વિજય રૂપાણી

વિજયભાઇ પરચુરણ વેપારી નથી તે જથ્થબંધના વેપારી છે, તેઓ સીંગલ ઉદધાટન કરતા નથી પરંતુ એના કાર્યક્રમો વધારે જ હોય છે: વજુભાઇ વાળા

 

રાજકોટ શહેરની શાન સમા સરગમ  કલબ સંચાલીત હેમુ ગઢવી હોલના નવીનીકરણનું પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રૂપિયા છ કરોડના ખર્ચે હેમુ ગઢવી હોલના નવીનીકરણ લોકાર્પણ કાર્યક્રમમાં બોલતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સરગમ કલબને મદદ કરવામાં કોઇ કચાસ રખાઇ નથી. લોકાર્પણ કાર્યક્રમ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ર0 દિવસ પહેલા જ નકકી થઇ ગયો હતો પરંતુ મુખ્યમંત્રી પદ છોડવાની ઘટના ઘટશે તે મને ખબર ન હતી. અને મને રાજકોટના સંસ્કાર મળ્યા છે જેથી કોઇપણ જાતનો વિલંબ કર્યા વગર મારી મુખ્યમંત્રીની શીટ ખાલી કરી ભૂપેન્દ્રભાઇ પટેલને આપી દીધી.

તેઓએ  વિકાસ અંગે જણાવ્યું હતું કે ઋણ અદા કરવાની મારી જવાબદારી છે. એટલે જ આ પાંચ વર્ષમાં વિકાસના અનેક કામો કરી શકયા છીએ. કોવીડ કાળમાં રાજયના 6 કરોડ ગુજરાતીઓની જવાબદારી ભગવાને મને આપી હતી અને દિવસ રાત જોયા વગર સૌના સાથથી ગુજરાતને સુરક્ષિત રાખવાના પ્રયત્નો કર્યા તેમજ હાલ રાજયમાં બે લાખ સાંઇઠ હજાર કરોડના કામો ચાલુ છે. અને ભુપેન્દ્રભાઇના નેતૃત્વમાં સરકાર અને પાર્ટી આગળ વધશે જ અને આગામી ચુંટણી પણ અમે જ જીતશું તેવો આશાવાદ પ્રગટ કર્યો હતો.જયારે કણાર્ટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાએ પોતાની હાસ્ય રસીક શૈલીમાં જણાવ્યું હતું કે, વિજયભાઇ પરચુરણ નહીં પરંતુ જથ્થાબંધ વેપારી છે તે કયાંય સીંગલ કાર્યક્રમનું ઉદધાટન નથી કરતા એના કાર્યક્રમ વધારે જ હોય છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વિજયભાઇ કાયમ કહે છે કે હોદો પદ તો કાલ છે અને આજ નહીં, કામ તો કરવાનું જ છે. જયારે હોદો કે પદ ન હોય ત્યારે પણ કામ તો કરવાનું જ તે તે ભાજપના કાર્યકર્તાની વાત છે.

લોકાર્પણ કાર્યક્રમમાં પૂ. વૃજરાજબાવાશ્રી, મેયર ડો. પ્રદિપ ડવ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, સાસંદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સંગીત નાટક એકેડેમીના ચેરમેન પંકજ ભટ્ટ, પુષ્કરભાઇ પટેલ વગેરે મહાનુભાવો ઉ5સ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ ઉ5સ્થિત રહેલ મહાનુભાવોને આવકાર્ય હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.