ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીસ જસ્ટિસ પીએન ભગવતીનું 95 વર્ષની ઉમરે નિધન થયું છે. મૂળ ગુજરાતી જસ્ટિસ ભગવતીનું ભારતીય ન્યાય વ્યવસ્થામાં સૌથી મોટું યોગદાન જનહિત અરજી(PIL) છે. આમ લોકોને 1986માં પિયાઈએલનો અધિકારથી દેશની ન્યાયપાલિકાની તસવીર જ બદલી નાખી હતી. ન્યાયિક સક્રિયતાના યુગની શરૂઆત આહીથીજ થઈ હતી. જસ્ટિસ ભગવતી દેશના 17માં મુખ્ય ન્યાયાધીશ હતા અને તે જુલાઇ 1985થી 1986 સુધી ભારતના સૌથી ઊચા હોદ્દા પર રહ્યા હતા. પીએન ભગવતી ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. 1973માં તેને સુપ્રીમ કોર્ટમાં જજ માટે નિમણૂક કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે.
PIL શરૂ કરનાર સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીસ પીએન ભગવતીનું નિધન.
Previous Articleતો આ કારણે બોલિવુડના કિંગ ખાન સામે નોધાયો કેશ…
Next Article ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસ રસ્તા પર: ઠેર-ઠેર ચક્કાજામ