1966 થી 1979 સુધી 67 ટેસ્ટ અને 10 વનડે મેચ રમનાર બિશનસિંગએ 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર બિશનસિંગ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. ભારત માટે 67 ટેસ્ટ અને 10 વનડે મેચ રમનાર બેદી લાંબા સમયથી બીમાર હતા. બેદીનું નામ ભારતના સૌથી સફળ ડાબોળી સ્પિનરોમાં ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન તેણે ક્રિકેટમાં પોતાનું નામ તો કમાવ્યું જ પરંતુ તેનાથી ઘણી સંપત્તિ અને ખ્યાતિ પણ મેળવી હતી.
બિશનસિંગ બેદી 1970ના દાયકાના પ્રખ્યાત સ્પિનર હતા. તેમનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તેમણે 1966 થી 1979 સુધી ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી. અનુભવી ડાબોડી ભારતીય સ્પિનર બેદી ભારતીય ક્રિકેટનો ચહેરો હતા, જેઓ માત્ર મેદાન પરના તેમના પ્રદર્શનથી જ ચમક્યા ન હતા. પરંતુ તેમના નેતૃત્વ તેમજ તેમની આગેવાની દ્વારા એક ઉદાહરણ પણ સ્થાપિત કર્યું હતું. તેઓએ 1960-70ના દાયકામાં બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી. ભારતની ધરતી તેમજ વિદેશમાંથી તેણે મોટા દિગ્ગજોને તેની ઉડાન ભરેલી લેગ બ્રેકની જાળમાં ફસાવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં બેદીની કુલ સંપત્તિ 5 મિલિયન યુએસ ડોલર છે. ભારતીય ચલણમાં આ 41 કરોડ રૂપિયાથી વધુ છે. આ સિવાય તેની પાસે અલગ-અલગ શહેરોમાં આલીશાન ફાર્મ હાઉસ અને મકાનો પણ છે. ભૂતપૂર્વ મહાન ડાબોડી સ્પિન બોલર બિશન સિંગ બેદીએ 1967માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેઓ ટીમ ઇન્ડિયા માટે રેડ બોલ ક્રિકેટમાં કુલ 67 મેચોમાં દેખાયા છે. આ ફોર્મેટમાં તેણે પોતાની સ્પિન બોલિંગથી 267 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 14 વખત પાંચ અને એક મેચમાં 10 વિકેટ ઝડપી હતી.
જો કે વનડેમાં તેની કારકિર્દી ટેસ્ટ સિવાય કંઈ ખાસ ન હતી, તે ભારતની પ્રથમ વનડે જીતનારી ટીમના સભ્ય હતા. વનડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ જીતમાં બિશન સિંગ બેદીએ શાનદાર બોલિંગ કરી હતી.1975ના વર્લ્ડ કપમાં, બેદીએ પૂર્વ આફ્રિકા સામે તેના 12 ઓવરના સ્પેલમાં માત્ર 6 રન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે રેકોર્ડ 8 મેડન ઓવર નાખવાની સિદ્ધિ મેળવી હતી.