કેળવણી કારના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા

જાણીતા કેળવણીકાર અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ડો. સુશીલાબેન કેશવલાલ શેઠનું આજે 95 વર્ષની જૈફ વયે અવસાન થતા એક યુગનો અંત થઇ ગયો હોય  તેવો ખાલીપો સર્જીય ગયો છે. કાન્તા વિકાસ ગૃહ ખાતે તેઓનો પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થ રાખવામાં આવ્યો હતો. જયાં તેઓના અંતિમ દર્શન માટે બહોળી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉમટી પડયા હતા. કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ખાતેથી સવારે નીકળેલી સદગતની અંતિમ યાત્રામાં પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ડો. સુશિલાબેન કેશવલાલ શેઠનો જન્મ તા. 26-3-1928 ના રોજ રાજકોટ ખાતે થયો હતો. તેઓએ એમ.બી.બી.એસ. અને ડીજીઓ સુધીનો અભ્યાસ કર્યો હતો. સાતમી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજકોટ-1 વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા તેઓએ અમરશીભાઇ ચૌધરી અને માધવસિંહ સોલંકીની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી.

તેઓ મહિલા શિક્ષણના પ્રખર હિમાયતી રહ્યા હતા. મંત્રી કેળવણી કાર તરીકેની ઓળખ ઉભી કરી હતી. ડો. સુશીલાબેન શેઠ શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ, પુતળિયા ચેરીટેબલ ટ્રસ્ટ, કેશવલાલ તલકચંદ ટ્રસ્ટ, પાર્વતીબેન તલકચંદ વીરાજી ટ્રસ્ટ, જી.ટી. શેઠ હોસ્પિટલ ટ્રસ્ટ, જી.ટી. શેઠ ઓર્થોપેડીક હોસ્પિટલ ટ્રસ્ટ, અને સરદાર સ્મારક ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટી ઉપરાંત ગવનિંગ કાઉન્સીલ કેન્સર સોસાયટી રાજકોટ તથા સલાહકાર સમીતી સરકારી હોસ્5િટલના સભ્ય તરીકે સેવા  આપતા હતા. સ્વાતંત્ર્ય ચળવળ વખતે રચાયેલી વાન સેનામાં ભાગ લેતા તેઓએ રાજકોટમાં સત્યાગ્રહ કર્યા હતા. કાન્તા વિકાસ ગૃહ અને જી.ટી. શેઠ ઓર્થોપેડીક હોસ્પિટલમાં માનવ સેક્રેટરી તરીકે સેવા આપતા હતા.

વધતી ઉમરના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનથી અલિપ્ત રહેતા હતા. આજે સવારે 95 વર્ષની જૈફ વયે તેઓનું અવસાન થતા જાણે એક યુગ આથમી ગયો હોય તેવો ખાલીપો સર્જાય ગયો છે. મીલપરામાં આવેલા શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે તેઓના પાર્થીવ દેવ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. તેઓની અંતિમ યાત્રામાં વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

ડો. સુશીલાબેન શેઠ મુંબઇ નિવાસી કાંતિલાલ કેશવલાલ શેઠના નાના બહેન, સ્વ. હિરાબેન કેશવલાલ શેઠ, સ્વ. લીલાબેન ચિમનલાલ મોદી, સ્વ. જયાબેન આર. શાહ, સ્વ. ઇન્દુબેન હરકીશનભાઇ ઉદાણીના બહેન થાય છે. તેઓને વિવિધ સમાજીક તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ડો. સુશીલાબેન શેઠ 1945માં કાન્તા વિકાસ ગૃહની સંસ્થાની સ્થાપના થઇ ત્યારથી છેલ્લા શ્ર્વાસ સુધી તેમણે સંસ્થાની અવિરત સેવા કરી. નારી ઉત્થાનમાં તેમનો ખુબ મોટો ફાળો રહેલ વિધવા, ત્યકતા, તરછોડાયેલી બહેનો તેમજ બાળાઓ માટે તેમણે દિવસ-રાત એક કરી તેમના જીવનમાં અજવાળા પાથરેલ છે. હજારો લોકોના પથદર્શક, આઝાદીની લડતના ઘડવૈયા, સમાજ સેવાની દિવાદાંડી સ્વરુપ સંસ્થાના સાચા શિલ્પી એવા ડો. સુશીલાબેન શેઠના અવસાન થતા સમાજ તેમજ સંસ્થા પરિવાર સહાય તેમનો ઋણી રહેશે. ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી ડો. સુશીલાબેન શેઠ આરોગ્ય ક્ષેત્રે પણ સેવા યજ્ઞ કરેલ જી.ટી. શેઠ હોસ્પિટલ, કેન્સર હોસ્5િટલ, ફિઝીયોથેરાપી કોલેજ, નર્સરીથી માંડીને હાયર એજયુકેશન સુધીની શાળાઓ અનેક સંસ્થાઓ સ્થાપેલ પ્રકાર સ્કુલ માત્ર રૈયા વિસ્તારના ગરીબ બાળકો માટે જ વિના મૂલ્યે શરુ કરી હતી.

સુશીલાબેનના નિધનથી તમામ સમાજને ખુબ જ મોટી ખોટ પડી છે: પૂ. ધીરગુરૂદેવ

ધાર્મિક  સામાજીક ક્ષેત્રે દાનવીર કેશવલાલ તલકચંદ શેઠના સુપુત્રી અને ગુજરાત ના આરોગ્ય મંત્રી પદે સેવા આપનાર સુશીલાબેન કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, જી.ટી. શેઠ હાઇસ્કુલ, જી.ટી. શેઠ ઓથોપેડીક હોસ્પિટલ, ફિજિયોથેરાપી સેન્ટર વગેરેમાં કાર્યરત હતા.

તાજેતરમાં જૈન બોડીંગમાં ર1 લાખનું અનુદાન કરેલ. સદગતના નિધનથી સમગ્ર સમાજને મોટી ખોટી પડી છે. તેમ પૂ. ધીરગુરુદેવ કેસરવાડી જૈન સંઘમાં મુંબઇ ખાતે શ્રઘ્ધાંજલીમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.