હવે હાલનાં મુખ્યમંત્રી સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલાઓ ખાલી કરવા પડશે.પૂર્વ મુખ્યમંત્રીઓને હવે સરકારી બંગલાઓ ખાલી કરવા પડશે. સુપ્રીમ કોર્ટે આ સંબંધે રાજ્ય સરકારનો પહેલો આદેશ રદ કરી દીધો છે. એનજીઓ લોકપ્રહરીએ 2004માં અરજી દાખલ કરીને તેને રદ કરવાની માંગ કરી હતી.

up cm house
up cm house

કોર્ટે 2014માં તેના પર સુનાવણી પૂરી કરી લીધી હતી, પરંતુ પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો. હવે કોર્ટના આદેશ પછી લગભગ 7 પૂર્વ મુખ્યમંત્રીઓ કે તેમના પરિવારોને બે મહિનામાં સરકારી બંગલાઓ ખાલી કરવા પડશે. આ ફેસલાથી હાલ રાજનીતિમાં પુરજોશથી ગરમાવો આવ્યો છે અને પૂર્વ મુખ્યમંત્રીઓ ને કહેવા માટે કશું જ રહ્યું નથી.

rajnath up house 759
rajnath-up-house

રાજ્યની તિજોરી પર પડતો બોજો ઓછો થશે અને અગાઉની વાત કરીએ તો અરજકર્તાએ પોતાની અરજીમાં ઉત્તરપ્રદેશ સરકારનો સંશોધિત કાયદો રદ કરવાની માંગ કરી હતી. તેનું કહેવું હતું કે આવું ન કરવામાં આવ્યું તો તેની અસર અન્ય રાજ્યો પર પણ પડશે. સુપ્રીમ કોર્ટે “સુનાવણી દરમિયાન કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સરકારી બંગલો હાંસલ કરવાનો હકદાર નથી.”

સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2016માં પણ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓના બંગલા ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો.

up former cm's
up former cm’s

તેના પર અખિલેશ સરકારે જૂના કાયદામાં સંશોધન કરીને યુપી મિનિસ્ટર સેલરી અલોટમેન્ટ એન્ડ ફેસિલિટી અમેન્ડમેન્ટ ઍક્ટ, 2016 વિધાનસભામાં પસાર કરાવી લીધો હતો. તેમાં તમામ પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન સરકારી બંગલો ફાળવવાની જોગવાઇ કરવામાં આવી હતી. પરતું આ કાયદો સામાન્ય જનતાને ઉપયોગ કરતા ન હોય માટે રાજ્યનાં એક નાગરિક દ્વારા આ જાહેરહિતની અરજી કરાય હતી જેનો ફેસલો આજ રોજ જાહેર કરવામાં આવ્યો છે.

નીચે મુજબ પૂર્વ મુખ્યમંત્રીઓને મળ્યા હતા સરકારી બંગલા

(૧) એનડી તિવારી, (૨) કલ્યાણ સિંહ, (૩)રાજનાથ સિંહ, (૪) મુલાયમ સિંહ, (૫)અખિલેશ યાદવ, (૬)માયાવતી અને  (૬)રામ નરેશ યાદવ.

આ તમામને લખનઉમાં સરકારી બંગલા આપવામાં આવ્યા હતા જયારે આ પૂર્વ મુખ્યમંત્રીઓ રાજનાથ સિંહ, મુલાયમ સિંહ અને માયાવતી પાસે 2-2 સરકારી બંગલા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.