બાવકુભાઈ ઉંઘાડના મોબાઈલ નંબરમાંથી વીડિયો શેર થતા ભારે ચર્ચા
અબતક,
ભરત ગોંડલીયા, અમરેલી
અમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડે શુક્રવારે મોડીરાતે ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં અશ્લીલ વીડિયો શેર કરતાં ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે ગ્રુપમાં ધડાધડ શર્મસાર કરતાં વીડિયો આવતા તુરંત કેટલાક વીડિયો ડીલીટ કરાયા હતા. જો કે હજુ 1 વીડિયો યથાવત જોવા મળ્યો હતો.
રાજકીય નેતાઓ વાંરવાર તેમના સોશિયલ મીડિયા પર ગ્રુપમાં શર્મચાર કરતા અશ્લિલ વિડીયો શેર કરતા હોય છે. જોકે આ પ્રકારના વીડિયો અનેક વખત નેતાઓ દ્વારા શેર કરાય છે અને તેમની કરતુતો બહાર આવતી હોય છે. અમરેલી જિલ્લામાં ભાજપ નેતા અને લાઠી બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય બાવકુ ઊંધાડના મોબાઈલ નંબર પરથી શુક્રવારે મોડી રાતે 10 વાગ્યા પછી ગતિશીલ અમરેલી નામના ગ્રુપમાં અચાનક શર્મસાર કરતા વીડિયો શેર થયા હતા. જેમાંથી કેટલાક ડીલીટ કરાયા હતા અને 1 યુવતીનો ડાન્સ કરતો વીડિયો રાખવામાં આવ્યો હતો. જેના કારણે ગ્રુપમાં પણ સન્નાટો વ્યાપી ગયો હતો. જ્યારે આ પ્રકારના વીડિયોને લઈ પૂર્વ ધારાસભ્ય ભાજપ બેડામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
નોંધનીય છે કે અગાઉ ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા દ્વારા આ પ્રકારની શર્મસાર કરતી પોસ્ટ ગ્રુપમાં સેન્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો સ્ક્રિન શોટ વાયરલ થતા તેમણે સાઇબર ક્રાઇમને અરજી આપી મોબાઈલ હેક થયાનું જણાવ્યું હતું.