અબતક, રાજકોટ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવ ની મુશ્કેલીઓ માં દિવસે દિવસે વધારો થતો જતો હોય તે આરજેડીના સુપ્રીમો પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવ ને સીબીઆઇ કોર્ટે ચારા કાંડ માં દોષિત ઠેરવીને પાંચ વર્ષની જેલ અને 60 લાખ રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો,
લાલુ પ્રસાદ યાદવ અગાઉ ઘાસ કૌભાંડમાં પણ દોષિત સાબિત થઇ ચુક્યા છે, સીબીઆઇ સ્પેશિયલ કોર્ટના જજ એસ.કે સાક્ષીએ લાલુપ્રસાદ યાદવ સાથે ના છ મહિલાઓ સહિત 24 આરોપીઓ ને દોષિત ઠેરવ્યા હતા જોકે બચાવપક્ષના વકીલે એ લાલુ પ્રસાદ યાદવ ની ઉંમર ને જોઈને સજામાં રહેમ રાખવા અપીલ કરી હતી લાલુ પ્રસાદ યાદવ સામે પશુ સંવર્ધન મંત્રાલયમાં કરોડો રૂપિયાના કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી વિવિધ યોજનાઓમાં ખરીદી અને ચૂકવાયેલ આના માં મોટાપાયે ગેરરીતિ થઈ હતી પશુઓના પરિવહન થી લઈને વાહનો ભાડે રાખવા થી લઇ તારા માટે ફાળવાયેલી રકમમાં ગેરરીતિ થઈ હોવાનો આખો મામલો સામે આવ્યો હતો અને લાલુપ્રસાદ યાદવ સામે કેસ થયા હતા આ પૈકીના એક કેસમાં5 વર્ષની જેલ અને લાખ દંડ ભરવાનો હુકમ કર્યો હતો.