બાંગ્લાદેશની કોર્ટે ભ્રષ્ટાચારના મામલે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ની અધ્યક્ષા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો આ મામલો હતો.
આઠ વર્ષ પહેલાં વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ વિરૂદ્ધ એન્ટી કરપ્શન કમિશન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ACCએ ખાલિદા અને અન્ય ત્રણ વિરૂદ્ધ ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી 31.54 મિલિટન ટકા (3,97,435 ડોલર)ના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.વર્ષ 2010માં ઓલ્ડ ઢાકા જેલ હાઉસની પાસે એક કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી.જો કે ખાલિદાએ બીમારીનું બહાનું જણાવી કોર્ટમાં હાજર રહી ન હતી. જે બાદ જજ દ્વારા મુખ્ય અભિયુક્તની ગેર હાજરીમાં જ આ કેસની ટ્રાયલ ચલાવવી પડી હતી.
73 વર્ષની ખાલિદા ઝિયાને 8 ફેબ્રુઆરીમાં એક અનાથાલય ઝિયા ચેરિટેબલ ટ્રસ્ટના ફંડમાં કૌભાંડના મામલે તેને પાંચ વર્ષની સજા સંભળાવી હતી.તે કેસમાં ખાલિદા ઝિયા અને તેમના મોટા પુત્ર તારિક રહેમાન સહિત પાંચ લોકો વિરૂદ્ધ 2001થી 2006 દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પર બની રહેવા દરમિયાન 20 મિલિયન ટકા (2,53,164 ડોલર)ના કૌભાંડનો આરોપ લાગ્યો હતો.
Former Bangladesh Prime Minister Khaleda Zia sentenced to 7 years in jail in corruption case: Bangladesh’s The Daily Star pic.twitter.com/0H1qeTsH3Z
— ANI (@ANI) October 29, 2018