યુવા ભાજપના ૧૦૦ થી વધુ યુવાનોએ રકતદાન કર્યુ: શહેરમાં સ્વચ્છતાનું અનોખું માર્ગદર્શન પુરુ પાડયું.
ધ્રાગધ્રા શહેરના વિકાસશીલ પુરુષ તરીકે ગણાતા શહેરના પુવઁ ધારાસભ્ય આઇ.કે.જાડેજાનો ગઇકાલે જન્મ દિવસ હતો. જેમા ધ્રાગધ્રાનો વિકાસ છેલ્લા કેટલાક વષઁથી રુંધાતો હોય ત્યારે ફરીથી શહેરના વિકાસમા અંગત રસ દાખવી ફરીથી ધ્રાગધ્રા શહેરને સ્વચ્છ, હરીયાળુ અને વિકાસીત બનાવવા આઇ.કે.જાડેજા દ્વારા પગલુ ભરાયુ છે. ત્યારે આજે ધ્રાગધ્રા શહેરના ધબકતા હૈયા સમાન રોકડીયા સકઁલને લાખ્ખો રુપિયાના ખચેઁ નવનિમાઁણ કરાયુ હતુ.
આજે ૫૦ મુદ્દા અમલીકરણ સમિતીના આઇ.કે.જાડેજાના જન્મ દિવસ નિમિતે સવારના સમયે ધ્રાગધ્રા શહેરના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે યુવા ભાજપ કાયઁકરો દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરાયુ હતુ જેમા અંદાજે ૧૦૦થી પણ વધુ લોકો દ્વારા રક્તદાન કરાયુ હતુ પોતાના જન્મ દિન નિમિતે આઇ.કે.જાડેજા દ્વારા પોતે રક્ત દાન કરી બાદમા રોકડીયા સકઁલનુ લોકાપણઁ જાડેજાના હસ્તે જ કરાયુ હતુ જ્યારે આ સકઁલની વિશીષ્ટતા હતી.
કે ધ્રાગધ્રા શહેર પથ્થરોની ભુમી છે અને અહિનો પથ્થર દેશ-વિદેશમા ખ્યાતનામ છે જેથી અહી પથ્થર પર કામ કરનાર કારીગરો પણ અન્ય દેશ વિદેશના કારીગરોને ટક્કર આપે તેવા હોય જેથી આ સકઁલની પ્રતિમાને પણ કઇક એવી રીતે મુકાઇ છે કે જેમા એક પથ્થરનો શીલ્પકાર પોતે પ્રતિમા બનાવતો નજરે પડે છે. શહેરના રોકડીયા સકઁલના લોકાપઁણ કાયઁક્રમ આઇ.કે.જાડેજાના હસ્તે થયા બાદ સમગ્ર પંથકમા એક માત્ર જન ભાગીદારીથી બનાવેલ શૌચાલયનુ ઉદ્ઘાટન પણ કરેલ હતુ જેમા પંથકમા સૌ પ્રથમ વાર અન્ય શૌચાલયોથી જુદુ તરીવળે તેવા શૌચાલયને ખુલ્લા મુકાયા હતા ધ્રાગધ્રા શહેરમા સ્વચ્છતા જળવાય તે માટે આ શૌચાલયનુ ઉદઘાટન કરી શહેરના રહિશોને સ્વચ્છતાનુ અનોખુ માગઁદશઁન પુરુ પાડ્યુ હતુ.
સવારના સમયે સકઁલના લોકાપઁણ તથા શૌચાલયના ઉદઘાટનનો કાયઁક્રમ પુણઁ કરી બાદમા બપોરના સમયે ધ્રાગધ્રા નગરપાલિકા ટાઉન હોલ ખાતે આઇ.કે.જાડેજાના અધ્યક્ષ સ્થાને માતૃ શક્તિ સન્માનના કાયઁક્રમનુ આયોજન કરાયુ હતુ. જે માતાઓને એક દિકરી હોય તથા આ દિકરીનુ ભવીષ્ય ઉજ્જવળ બને તે માટેનો પ્રયત્ન કરનારમા આ દિકરીઓની માતાનો મહત્વની ભુમિકા હોય તેવા માતાઓને સન્માનને પાત્ર ગણી માતાઓ સાથે દિકરીઓને પણ પ્રોત્સાહીત કયાઁ હતા. ધ્રાગધ્રા શહેરના આંગણે વષોઁ બાદ પ્રથમ વખત “બેટી બચાવો, બેટી પઢાઓ” કાયઁક્રમના અંતગઁત માતાઓનુ સન્માન કરાયુ હતુ.
આ કાયઁક્રમના અધ્યક્ષ સ્થાને આઇ.કે.જાડેજા સહિત આમંત્રીત મહેમાનોમા ગુજરાત રાજ્ય મહિલા મોરચાના પ્રમુખ ડો.જ્યોતીબેન પંડ્યા, સાંસદ દેવજીભાઇ ફતેપરા, ડે.કલેક્ટર પજ્ઞાબેન મોણપરા સહિત મહેમાનો હાજર રહ્યા હતા આજના આ તમામ કાયઁક્રમને સફળ બનાવવા ધ્રાગધ્રા યુવા ભાજપના મનોહરસિંહ ઝાલા(લાલભા), પ્રવિણભાઇ રબારી, કિશનભાઇ પરમાર, કાતિઁકભાઇ ભટ્ટ સહિતના યુવા કાયઁક્રમો દ્વારા જહેમત ઉઠાવી વિકાશશીલ પુરુષ તરીકે ઓળખાતા આઇ.કે.જાડેજાના જન્મદિન નિમિતે આયોજન કરેલ દિવસ દરમિયાન કાયઁક્રમોને સફળ બનાવ્યા હતા.