સમિતિ આર્થિક નુકશાનનો અંદાજ, કેવા કેવા પગલા લેવા સહિતનો રીપોર્ટ સરકારને આપશે
આર્થિક ક્ષેત્રના પુન: નિર્માણ માટે રાજય લેવલે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમીટી રાજયની હાલની આર્થિક સ્થિતિ, જરૂરિયાતના પગલા આર્થિક નુકશાની સહિતનો રિપોર્ટ માત્ર એક મહિનામાં તૈયાર કરી રાજય સરકારને સોંપશે. આ કમીટી રચવાનો હેતુ વેપાર, ધંધા, ઉદ્યોગના પુન: નિર્માણ અને પુન: સંગઠન માટેનો છે. તેમ આજરોજ અગ્રસચિવ અશ્ર્વિની કુમારે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે વિદેશમાથી નવી કંપનીને આકર્ષવા માટે શોર્ટ, મિડિયન અને લોન્ગ ટર્મની પોલીસી જાહેર કરાશે. જેથી ગુજરાત રાજય ઔદ્યોગિક, વ્યાપારિક અને સામાજિક ક્ષેત્રે નંબર ૧ સરળતાથી બની શકે.
ઉપરોકત કમીટી ભારત સરકારના પૂર્વ નાણા સચિવ હસમુખ અઢીયાના અધ્યક્ષ સ્થાને કામ કરશે. જેમાં પ્રોફેસર મુકેશ પટેલ, ફાયાાનન્સીયલ એક્ષ્પર્ટ પ્રદિપ શાહ, આઇએએસ કીરીટ સેલેત, આઇઆઇ એમના રવિન્દ્ર ધોળકિયાની નિમષ્ઠક કરવામાં આવશે. શ્રમિકોને પોતાના વતન મોકલવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ માટે કુલ ૬૪૦ ટ્રેનો દોડાવાઇ છે તેમજ આજરોજ વધુ ૩૭ ટ્રેનો બિહાર, ઓરિસ્સા, યુપી, એમપી માટે દોડશે. અત્યાર સુધીમાં અંદાજે ૩,૧૫,૦૦૦ શ્રમિકોને વતન મોકલાયા છે અને આજે વધુ ૬૦૦૦૦ શ્રકિમો પોતાના માદરે વતન પહોંચશે. ગઇકાલ રાત સુધીમાં ગુજરાતમાથી ૨૬૨ ટ્રેનોને રવાના કરાઇ છે. રાજય સરકારે વડોદરા, સુરત, રાજકોટ, અને અમદાવાદ જિલ્લા કલેકટરને શ્રમિકોને વતન પહોંચાડવા તાકિદ કરી છે.