200 ખેડૂતોએ ચેરિટી કમિશનર સમક્ષ લેખીતમાં વાંધા રજુ કર્યા: પાંચ ખેડૂતોએ સોંગધનામા રજુ કરતાં ચકચાર

તાલુકામાં મોટી પાનેલી ગામે કેન્દ્ર સરકાર દ્વારા પોણા નવ કરોડના ખર્ચે વોટર શેડ યોજના માટે ફાળવામાં આવ્યા બાદ આ માટે ખેડૂતોની બિન રાજકીય સમીતીને બદલે રાજકીય સમિતી રચાતા ખેડૂતો વિફર્યા હતા. ર00 જેટલા ખેડૂતોએ આ સમિતિનું રજીસ્ટેશન ન કરવા માટે લેખીત અરજી આપી ઉગ્ર રોષ વ્યકત કર્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા મોટા ભાગના ગામોના વસ્તી આધારીત આ ગામ વોટર શેડ યોજનામાંથી ખેતરોમાં પારા બાંધવા, દિવાલ ચણવી, ચેક ડેમો બનાવવા પુર સંરક્ષણ દિવાલ બનાવવી, આંગણવાડીની બહેનો માટે સહિત જુદી જુદી 10 કામો આ યોજનામાં સમાવેશ થાય છે ત્યાર મોટી પાનેલી ગ્રામ પંચાયત દ્વારા આ યોજનાની સમિતિ બનાવવા માટે ગ્રામસભા બંધ બારણે બોલાવી બન્ને હરીફ જુથોએ કુલળીમાં ગોળ ભાંગી લેતા સ્થાનીક ખેડુતોમાં ભારે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો અને લડતના મંડાણ શરૂ થયા હતા.

આ અંગે ગામના ખેડુતો આગેવાન ચીરાગભાઇ ફળદુએ જણાવેલ કે મોટી પાનેલી ગામે કેન્દ્ર સરકાર દ્વારા વોટર શેડ યોજના માટે પોણા નવ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવામાં આવી છે આ યોજનાના નિયમ મુજબ ગ્રામ સભા બોલાવી તેમાંથી સમિતિ બનાવાની હોય છે પણ સ્થાનીક ગ્રામ પંચાયત દ્વારા દર વખતે ગ્રામ સભા બોલાવતી વખતે નોટિસ બોર્ડ ઉપર તેમજ માઇકમાં જાહેરાત કરી પણ કરવામાં આવે છે. પણ આ યોજનાની સમિતિ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા બંધબારણે બેઠક બોલાવી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે બે હરીફ જુથોએ સામે મળી કુલડી ગોળ ભાંગી લીધો છે.

અત્યાર સુધીમા ગ્રામ પંચાયત દ્વારા કોઇપણ કામ બિન રાજકીય ધોરણે કરવામાં આવતા હતા. પણ આજ વખતે હરીફ જુથે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતા બન્ને જુથે સાથે મળી સમિતિ બનાવી લઇ મોટાભાગના ખેડુતોને અંધારામાં રાખતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો આ સમિતિ અતિસ્વમાં ન આવે તે માટે મોટી પાનેલી ગામના બસો કરતા વધુ ખેડુતોએ રાજકોટ નાયબ ચેરીટી કમિશ્નર સમક્ષ એક વાંધા અરજી આપી લડતના મંડાણ કર્યા છે. અને જો યોગ્ય ન્યાય નહિ આપવામાં આવે તો ખેડુત લડત સમીતી દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવામાં આવશે.  વધુમાં ખેડૂત આગેવાન ચીરાગભાઇ ફળદુએ જણાવેલ કે અમારા ખેડુતની માંગણી છે કે, 11 જણાની બીન રાજકીય સમીતી બનાવો અને તેમાં બીન રાજકીય આગેવાનો અને ખેડૂતોને સ્થાન આપવા માંગણી કરેલ છે.

પાંચ ખેડૂતોએ સોગંદનામાં કરતાં ચકચાર

વોટર શેડ યોજનામાં રાજકીય સમીતી રચાઇ જતા ગામના પાંચ ખેડુતો (1) મલય મનસુખભાઇ હિરાણી (ર) ચિરાગ વિપુલભાઇ ફળદુ (3) અનીલ કેશુભાઇ ગધેથરીયા (4) હિતેશ ચંદુભાઇ કણસાગરા અને (પ) હિતેશ ચંદુભાઇ સાદરીયા એ જીલ્લા ચેરીટી કમિશ્નર સમક્ષ સોગંદનામા રજુ કરાયા હતા. આવનારા દિવસોમાં વધુ સોગંદનામા  થાય તો નવાઇ નહિ.

જો પગલા નહિ લેવાય તો ક્રોઝવેના ભ્રષ્ટાચાર બાબતે કોર્ટના દ્વાર ખખડાવીશું

મોટી પાનેલી ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો થયા છે તેમાં હરીફ જુથ દ્વારા ક્રોઝવે રોડ, રસ્તા, સહિતના કામો માટે તપાસની માંગણી કરેલ હતી તે તપાસમાં ભ્રષ્ટાચાર ખુલ્લા પડી ગયેલ હતો જો આ બાબતે પગલા નહિ ભરવામાં આવે તો અમો હાઇકોર્ટના દ્વાર ખખડાવી ભ્રષ્ટાચારીન ખુલ્લા પાડશું તેમ ખેડુત આગેવાનોએ જણાવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.